શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

બોલિવૂડ સ્ટાર્સ કેટરીના કૈફ તથા વિકી કૌશલ એક મિત્રની દિવાળી પાર્ટીમાં સાથે જોવા મળ્યાં હતાં. બંને આ રીતે સાથે જોવા મળતાં બી-ટાઉનમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. હાલ કેટરિના અને વિકની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.વિકી કૌશલ અને કેટરીના કૈફ પાર્ટીમાંથી સાથે બહાર નીકળ્યાં હતાં અને પોતાની કારમાં બેસીને ઘરે જાય તે પહેલાં બન્નેએ મીડિયાને પોઝ પણ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, હાલમાં આ બંને સિંગલ છે અને તેથી જ તેમની વચ્ચે અફેર હોવાની ચર્ચા અવાર-નવાર થતી રહે છે. જોકે, બંને પોત-પોતાને સિંગલ હોવાનો દાવો કરે છે.કેટરીના અને વિકી કૌશલ એથનિક વેરમાં હતાં. વિકીએ શેરવાની પહેરી હતી જ્યારે કેટરીના રેડ લહેંગા અને ચોલીમાં જોવા મળી હતી. થોડાં સમય પહેલાં એવી ચર્ચા હતી કે, કેટરીના અને વિકી એક ફિલ્મમાં સાથે કામ કરવાના છે. જોકે ત્યાર બાદ આ અંગે કોઈ અપડેટ્સ આવ્યા નથી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *