12 May આજનું રાશી ભવિષ્ય

1. મેષ રાશી – અ,લ,ઈ (Aries):


તમારૂં ખરાબ વર્તન તમારી પત્નીનો મૂડ ખરાબ કરી મુકશે. તમારે એ સમજવું જોઈએ કે કોઈકનું અપમાન તથા કોઈકને હળવાશથી લેવાનો અભિગમ સંબંધને ખૂબ જ મુશ્કેલીમાં મુકી દે છે. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો-એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે. પ્રેમના આનંદની અનુભૂતિની શક્યતા છે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. તમને અને તમારા જીવનસાથીને આજે અદભુત સમાચાર મળવાની શક્યતા છે.

2. વૃષભ રાશી – બ,વ,ઉ (Taurus):


વિદેશ યાત્રા માટે ઉત્તમ યોગ આજના દિવસે વિદેશ યાત્રા માટે પ્રયત્ન કરાય. ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ના સાધનો વસાવા સુખમાં વધારો થાય. સુખમાં વધારો થાય જૂનું ઘર વિષયને નવું ઘર લેવાના યોગ સર્જાય છે. માતૃ મિલન થાય. આજના દિવસે સફેદ વસ્તુઓનું દાન આપવું જોઈએ. આજના દિવસે શુભ રત્ન ધારણ કરવાથી લાભ થાય.

3. મિથુન રાશી – ક,છ,ઘ (Gemini):


આજના દિવસે જીવનમાં કોઈ મોટો નિર્ણય લેવો નહીં. નાની મુસાફરીના યોગ છે મુસાફરી લાભકારી બને. અંગત જીવનમાં અર્થ વગરની ચર્ચાઓ થી દૂર રહેવું. જાહેરજીવનમાં આજે કોઈ સલાહ સૂચનો આપવા નહીં. આજના દિવસે લીલા કલરની વસ્તુથી દાન આપીને લાભ મેળવી શકાય. ઈષ્ટદેવના મંત્ર ચારથી ગજબનો પુણ્ય બંધ થાય.

4. કર્ક રાશી – ડ,હ (Cancer):


વાણીથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય. જળ મુસાફરી થાય. કુટુંબ કબીલા સાથે મુલાકાત થાય. આધ્યાત્મિક ગુરુ નો સત્સંગ થાય. ઉપરી વર્ગના અધિકારીને મળવાથી આજે પરિણામ સારું આવે. આજે કોઈ ગરીબ માણસ ને અને અબોલ જીવો ને પાણી પીવડાવવાથી ખૂબ જ લાભ થાય. આજના દિવસે નદીનું સ્નાન પણ ખૂબ જ લાભકારી છે.

5. સિંહ રાશી – મ,ટ (Lio):


આજે ધારી હોય તેમાં ગજબની સફળતા મળે. નક્કી કરેલા કાર્યો માં આજે સફળતા સારી પ્રાપ્ત થાય નોકરીમાં આજે પ્રમોશન મળવાના યોગ છે. જંગલના રાજા જેવું સુખ પ્રાપ્ત થાય. આજના દિવસે ગરીબ બ્રાહ્મણને જમાડવાથી ખૂબ જ લાભ થાય.

6. કન્યા રાશી – પ,ઠ,ણ (Virgo):


ટૂંકી મુસાફરી થી ખુબ લાભ થાય. કારણ વગરની કોઈ ચર્ચા માં પડવું નહીં. આજે કોઈ મોટા નિર્ણય લેવા નહીં. કોઈ કાગળ ઉપર આજે સાઈન કરવી નહીં. કોઈપણ સમાચાર ને પચાવવા માટેની શક્તિ ધારણ કરવી. આજના દિવસે સફેદ અને લીલી વસ્તુનું મિશ્રણ દાન આપવું.

7. તુલા રાશી – ર,ત (Libra):


જીવનસાથી થી આજે ખૂબ જ લાભ થાય. આજે જીવનસાથી દ્વારા ખૂબ સારા સમાચાર મળે. મોસાળ પક્ષે ખુબ લાભ થાય. આજે સર્જનની કોઈપણ લાઇનથી ખૂબ જ લાભ થાય. આજના દિવસે મીઠાઈનું દાન કરવાથી ખૂબ લાભ થાય.

8. વૃશ્ચિક રાશી – ન,ય(Scorpio):


આજે નોકરીમાં પ્રમોશન થાય ઉપરી અધિકારીઓની કૃપા વર્તાય. જીવનમાં ખૂબ સારા મોટા નિર્ણય લેવાય પણ અગ્નિતત્વ થી દૂર રહેવું. બીજા કોઈના વાહન પર ગમન કરવો નહીં. આજના દિવસે ગરીબોને લાડુ આપવાથી ખૂબ જ લાભ થાય.

9.ધન રાશી – ભ, ધ, ફ, ઢ (Sagittarius):


આજે મગજ પર બરફ રાખવો કોઈને સલાહ આપવી નહીં દરેકની વાત શાંતિથી સાંભળી લેવી. મૌનનો સેવન કરવું. આધ્યાત્મિક કાર્યમાં આજે ખૂબ સારી સફળતા મળે. આજના દિવસે ગુરુ પાદુકાનું પૂજન કરવાથી ખૂબ જ લાભ થાય.

10. મકર રાશી – જ, ખ (Capricorn):


મોક્ષ સાધના કરવાનો આજે ઉત્તમ દિવસ છે. નાની પણ સાધના આજના દિવસે સિદ્ધિના શિખરે પહોંચાડી શકે છે. આજના દિવસે મૌનની સાધના કરવાથી ખૂબ જ લાભ. આજે કોઈ જમીન-મકાનના સોદા કરવા નહીં. આજના દિવસે પાણીના જીવોને અન્નદાન કરવું ખૂબ લાભકારી છે.

11. કુંભ રાશી – ગ,શ,સ(Aquarius):


અચાનક ઉત્તમ ધન પ્રાપ્તિના યોગ સર્જાય છે. લક્ષ્મી સદમાર્ગે વાપરવાથી આજે ડબલ લાભ થાય. આજે લીધેલો કોઈપણ નિર્ણય ખૂબ જ સુખાકારી વાળો નીવડે. જુના સિક્કા આજના દિવસે તિજોરીમાં મૂકવાથી ખૂબ લાભ થાય.

12. મીન રાશી – દ,ચ,જ,થ(Pisces):


હૃદયમાં પાસ રહે. કોઈ કાર્ય કરવામાં ઉતાવળ કરવી નહીં. નિર્ણય લેતા પહેલા બેથી ત્રણ જણ ને પૂછી લેવું. આજના દિવસે રાજકારણીઓને મળવાથી ખૂબ લાભ થાય. આજના દિવસે પીળી વસ્તુઓનું દાન આપવાથી ખૂબ જ લાભ થાય.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *