ફરી જોવા મળી શકે છે બાજીરાવ-કાશીની જોડી

સંજય લીલા ભણસાલીની ‘બૈજુ બાવરા’માં રણવીર સિંહ અને પ્રિયંકા ચોપડા જોનસ જોવા મળશે એવી શક્યતા દેખાઈ રહી છે. સંજય લીલા ભણસાલી હાલમાં આલિયા ભટ્ટને લઈને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ બનાવી રહ્યા છે. આ ફિલ્મ ૨૦૨૦ની ૧૧ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. ત્યાર બાદ ‘બૈજુ બાવરા’ બનાવવામાં આવશે. ‘બૈજુ બાવરા’ની સ્ટોરી એક સંગીતકારના બદલાની ભાવનાને દેખાડશે.

આ મ્યુઝ‌િકલ ફિલ્મ ૨૦૨૧ની દિવાળીએ રિલીઝ થશે.રણવીરે આ અગાઉ સંજય લીલા ભણસાલીની ‘ગોલિયોં કી રાસલીલા- રામ લીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્‍માવત’માં કામ કર્યું હતું. પ્રિયંકાએ પણ રણવીર સાથે ‘ગુન્ડે’, દિલ ધડકને દો’ અને ‘બાજીરાવ મસ્તાની’માં કામ કર્યું હતું. જો બધું સમું સૂથરું પાર પડ્યું તો રણવીર અને પ્રિયંકાની ‘બૈજુ બાવરા’ ચોથી ફિલ્મ હશે.

 

Join the discussion

Your email address will not be published. Required fields are marked *