અક્ષય કુમાર મયૂઝિક વીડિયોમાં કરશે ડેબ્યૂ

બોલીવુડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમારનું નામ વર્સેટાઇલ એક્ટર્સમાં આવે છે. અક્ષય કુમારે ઇન્ડસ્ટ્રીને કેટલીય કૉમેડી, એક્શન, ડ્રામા સહિત અનેક જૉનરની ફિલ્મો આપી છે. તાજેતરમાં જ તેની ફિલ્મોએ લોકોના વખાણ મેળવવાની સાથે સાથે બૉક્સ ઑફિસ પર પણ જબરજસ્ત પ્રદર્શન કર્યું છે. હવે અભિનેતા તરીકે જાણીતા અક્ષય કુમાર મયૂઝિક વીડિયોમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે, જેનાથી મ્યૂઝિકના ક્ષેત્રમાં પણ પોતાનું એક ખાસ સ્થાન બનાવી લેશે.અક્ષય કુમાર બી પાર્ક સાથે કામ કરવાનો છે, જેણે ઐતિહાસિક ફિલ્મ કેસરીમાં ‘તેરી મિટ્ટી’ ગીત ગાયું હતું. હવે બી પાર્કનું વધુ એક ગીત આવવાનું છે, જેનું નામ છે ફિલહાલ અને આ ગીતને ગીતકાર જાનીએ લખ્યું છે. આ અક્ષય કુમારનો ડેબ્યૂ મ્યૂઝિક વીડિયો હશે. જેમાં પંજાબી સિંગર અને એક્ટર એમી વર્ક અને નુપુર સનન જોવા મળશે. જણાવીએ કે તાજેતરમાં જ અક્ષયની હાઉસફુલ 4  રિલીઝ થઈ હતી, જેમાં અક્ષય કુમાર સાથે બીજા ઘણાં સ્ટાર્સ પણ છે. દિવાળીના અવસરે રિલીઝ થયેલી ફિલ્મ હાઉસફુલ 4 બૉક્સ ઑફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *