‘લેમ્બરગીની’ ફેમ ‘દૂરબીન’ના આગામી મ્યુઝિક વીડિયોમાં આલિયા ભટ્ટ

alia-lambergini

આલિયાભટ્ટ બોલિવુડની ચુલબુલી અભિનેત્રી છે. આલિયા અત્યારે તેની ફિલ્મોમાં ઘણી વ્યસ્ત છે. હમણાં જ તેણે ‘સડક 2’ ફિલ્મનું ઊટી શેડ્યૂઅલનું શૂટિંગ પૂરું કર્યું છે. ઉપરાંત તે ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. એક્ટિંગ સાથે સાથે ડાન્સ અને સિંગિગમાં માહિર છે.એટલે જ ફિલ્મ શૂટિંગની વ્યસ્તતતા વચ્ચે પણ આલિયાએ એક મ્યુઝિક વીડિયોનું શૂટિંગ મુંબઈમાં કર્યું છે.

આલિયા ‘લેમ્બરગીની’ ફેમ ‘દૂરબીન’ના આગામી મ્યુઝિક વીડિયોમાં દેખાવાની છે. આ મ્યુઝિક વીડિયોનું નામ ‘પ્રાડા’ છે. આ સિંગલ 5 ઓગસ્ટના રોજ રિલીઝ થઇ શકે છે. રિપોર્ટ મુજબ થોડા સમય પહેલાં દૂરબીન ડ્યુઓ દિલ્હીથી મુંબઈ આવ્યો હતો.આ મ્યુઝિક વીડિયો આલિયાનો પહેલો ઓફિશિયલ મ્યુઝિક વીડિયો હશે. જોકે અગાઉ તે તેની ફિલ્મ્સ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનીયા’ અને ‘ઉડતા પંજાબ’માં પણ મ્યુઝિક વીડિયોમાં દેખાઈ હતી. પરંતુ આ પહેલીવાર હશે કે જેમાં તે કોઈ બ્રાન્ડના મ્યુઝિક સિંગલ વીડિયોમાં જોવા મળશે.અગાઉ આ વર્ષની શરૂઆતમાં જ આલિયા તેની ફ્રેન્ડ દેવિકા અડવાણીના લગ્નમાં ‘લેમ્બરગીની’ સોન્ગ પર ડાન્સ કરતી દેખાઈ હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પણ વાઇરલ થયો હતો.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *