ઈશા અંબાણી-આનંદ પીરામલનું ભવ્ય વેડિંગ રિસેપ્શન, વેન્યૂ પર તૈયારીઓની તસવીરો આવી સામે.

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની એકની એક લાડલી દીકરી ઇશા અંબાણી ગઇકાલે લગ્ન બંધનમાં બંધાય ગયા છે. ઇશાના લગ્ન પિરામલ ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડાયરેકટર આનંદ પિરામલ સાથે થયા. આ ગ્રાન્ડ લગ્નમાં દેશ-દુનિયાની કેટલીય હસતીઓ સામેલ થઇ.હતી. તો બીજીબાજુ હવે આ લગ્નનું રીસેપ્સન મુંબઈમાં યોજવાનું છે.

આ ઈવેન્ટ બાન્દ્રા કુર્લા કોમ્પલેક્ષમાં આવેલા 13000 સ્કે. મીટરમાં ફેલાયેલા જીયો ગાર્ડનમાં સાંજે 7.30 કલાકથી શરૂ થશે. આ ગાર્ડન પણ અંબાણીનું જ છે. તસવીરોમાં જોઈ શકાય છે કે સંપૂર્ણ વેન્યૂ ગુલાબ, હાઈડ્રેંજીયા ફૂલોથી ડેકોરેટ કરવામાં આવ્યો છે. આ ફૂલોને વિવિધ દેશોમાંથી મંગાવવામાં આવ્યા છે. વેન્યૂના એન્ટ્રેસ પર ભવ્ય ડેકોરેશન જોવા મળી રહ્યું છે. અહીં એક મહેરાબ (ઘુમ્મટ) તૈયાર કરવામાં આવ્યું છે જેને મિરર ફિનિશિંગ આપવામાં આવી છે.

આ રિસેપ્શન ના એન્ટ્રેસ પર ગણપતિ બાપ્પાની આકૃતિઓ છે તેમજ વિદેશથી ખાસ ફૂલો પણ મંગાવવામાં આવ્યા છે.

ઈશા અંબાણી-આનંદ પિરામલનું રિસેપ્શન પણ લગ્ન અને પ્રે-વેડિંગ જેટલું જ ભવ્ય હશે.

અહીં ફૂલોથી ડેકોરેટ કરવામાં આવેલા ઝુમ્મર પણ છે. બહાર સૌથી મોટો ઝુમ્મર અને અંદર નાના-નાના લગાવવામાં આવ્યા છે.

આ ઈવેન્ટમાં રાજકીય નેતાઓ, ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ-બિઝનેસમેન તથા બોલિવૂડ અને અન્ય ફિલ્ડના સેલેબ્સના ફોર્મલ આઉટફિટમાં સામેલ થવાની શક્યતા છે. ઈન્વિટેશન કાર્ડમાં અહીં ગ્રાન્ડ મ્યૂઝિક કોન્સર્ટ થવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિસેપ્શન બાદ કાલે વધુ એક રિસેપ્શન પાર્ટી થશે જે માત્ર રિલાયન્સ સ્ટાફ માટે જ હશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *