હોટલમાં ગરીબ બાળકો સાથે જોવા મળ્યો અનુપમ ખેર

અભિનેતા અનુપમ ખેરની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. તે તાજેતરમાં જ કેટલાક ગરીબ બાળકોને મુંબઇની ફાઇવ સ્ટાર હોટલમાં જમવા માટે લઈ ગયા હતા. બધા બાળકો તેમની સાથે ગાડીમાં જમવા ગયા હતા. હોટલમાંથી બહાર નીકળતાં, બધા બાળકોના ચહેરા પર એક અલગ જ ચમક હતી. અનુપમ ખેરે આ વીડિયોને તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે

અને સાથે જણાવ્યું હતું કે ‘આજે હું મારી સાથે મોર્નિંગ વોક પર આવતા મારા મિત્રોને હોટેલમાં બપોરના સમયે જમવા લઈ ગયો હતો. આમ કરી હું ખુબ જ ખુશ છુ. અમે સાથે ખૂબ હસ્યા, ગીતો ગાયાં અને ખાવાનું પણ ખાધુ. અને બધાએ સાથે ખૂબ મસ્તી પણ કરી હતી. આ બાળકોમાંથી એક બાળકે જણાવ્યું હતું કે તે મુંબઈમાં રસ્તા પર સુઈ જાય છે. આ વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે બાળકો અનુપમ ખેરને પકડી રહ્યા છે અને તેની સાથે ચાલી રહ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુપમ ખેર આ વર્ષે ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ અને ‘વન ડે: જસ્ટિસ ડિલીવર્ડ’ માં જોવા મળ્યો હતો.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *