Author: Chintan Mistry

collage 2

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત એક પ્લાન્ટમાં અચાનક કેમિકલ ગેસ લીકની એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં એક બાળક સહિત 8 લોકોની દર્દનાક મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. જ્યારે 4 હજારથી પણ વધુ લોકોને અસર થતાં તેઓ બિમાર થયા હોવાની માહિતી સામે આવી છે જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગેસ લીક થતાં રસ્તા પર કેટલાક લોકો બેભાન અવસ્થામાં પડેલા જોવા મળ્યા હતા તો કેટલાક લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના વિશાખાપટ્ટનમના આરઆર વેંકટપુરમ ગામની છે. ઘટનાસ્થળે રાહતકાર્ય ચાલુ છે અને બાકીના લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં છે. બનાવની…

Read More
collage 1

પૂર્વ આફ્રિકી દેશ તાન્ઝાનિયામાં એક બકરી અને ખાસ પ્રકારના ફળનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ભારે ખળભળાટ મચ્યો છે. આ મામલે રાષ્ટ્રપતિ જોન માગુફુલીએ ચીન દ્વારા આપવામાં આવેલ ટેસ્ટ કિટ પર સવાલ ઉઠાવ્યા છે. હકીકતમાં તાન્ઝાનિયામાં એક બકરી અને એક ખાસ પ્રકારના ફળ પોપોમાં કોરોના વાઈરસના સંક્રમણની પુષ્ટી થઈ હતી. જે બાદ રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, આ ચાઈનીઝ ટેસ્ટિંટ કિટ બેકાર છે, તેની તપાસ થવી જોઈએ. રાષ્ટ્રપતિ જોન માગુફુલીએ જણાવ્યું હતું કે, વિદેશથી કોરોના વાયરસની ટેસ્ટ કિટ આવી છે જેમાં ખામી છે. તેમણે જણાવ્યું કે, આવું કેવી રીતે બની શકે કે પોપો ફળ અને બકરી પણ કોરોના પોઝિટિવ થઈ ગયા. રાષ્ટ્રપતિ…

Read More
collage

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં વધતા જતા કોરોના સંક્રમણના કેસના પગલે લોકડાઉનને 4 મેથી 17 મે સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા પણ લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવા અંગે જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના સીએમઓ અશ્વિની કુમારે આ અંગે માહિતી આપતા રાજ્યમાં રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે એ અંગે અગત્યની જાહેરાત કરવામાં આવી હતી. ગ્રીન ઝોનમાં જનજીવન યથાવત કરાશે પણ રેડ ઝોનમાં કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે. આ દરમિયાન તેમણે રાજ્યમાં પાન-મસાલાની દુકાનો ખુલ્લી રહેશે કે નહીં તે અંગે પણ જાણકારી આપી હતી. સીએમઓ અશ્વિની કુમારે જણાવ્યુ હતું કે, રાજ્યમાં આગામી…

Read More
feature 2020 03 18T194207.389

દેશભરમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલી છે..જેના પગલે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લઈ દેશભરમાં લોકડાઉનને 17 મે સુધી લંબાવી દીધું છે. ત્યારે ભારત સરકાર બહુ જલદી 90 કરોડ લોકોને ફોન કરશે અને જાણકારી મેળવશે કે તેમનામાં કોરોના વાયરસ સંક્રમણના કોઈ લક્ષણ છે કે નહીં. મહામારી કોરોના વાયરસના કેસ દેશમાં સતત વધી રહ્યા છે. લોકડાઉન હોવા છતાં પણ કોરોના વાયરસ સંક્રમિત લોકોનો આંકડો દિવસે-દિવસે વધી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા પૂરતા પગલા અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ તેમ છતાં કોરોના પર નિયંત્રણ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે હવે ભારત સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે.…

Read More
maxresdefault 60

ગુજરાતમાં કોરોના પોઝિટિવની સંખ્યા ભારતમાં મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ છે. 214ના મોત અને 4395 કેસ સાથે મહારાષ્ટ્ર બાદ ગુજરાત કોરોના સંક્રમિત બીજા નંબરનું રાજ્ય બન્યું છે. ત્યારે કેન્દ્ર સરકારે રાજ્યો સાથે મળીને કોરોનાના સંક્રમણને આધારે ગ્રીન, રેડ અને ઓરેન્જ જિલ્લાઓનું લિસ્ટ જાહેર કર્યું છે. દેશભરમાં 3જી મેથી લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે આ સંદર્ભે ચર્ચા કરી હતી. તેમજ કોવિડ 19ની ટીમ અને કેન્દ્રની આરોગ્ય ટીમ દ્વારા દરેક રાજ્યના આરોગ્યમંત્રી અને આરોગ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો અને કોરોનાગ્રસ્ત જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં…

Read More
pr274

ગુજરાતમાં તો જાણે  લોકડાઉનનો કોઈ ફાયદો જ ન થતો હોય તેવી હાલત થતી જાય છે અને તેમાંય ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યાનો આંકડો જોતા સ્થિતિ દિવસેને દિવસે બદતર થતી જોવા  મળી રહી છે. ગુજરાતમાં કોરોનાના કહેરના કારણે લોકડાઉન વધે  તેવી ચર્ચાએ પણ જોર પકડ્યુ છે. રાજ્ય સરકારે આ અંગે  તમામ તૈયારી કરી લીધો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહયું છે. જોકે  કેન્દ્ર સરકારના  નિર્ણય બાદ  જ રાજ્ય સરકાર  આ અંગેનો નિર્ણય લેશે. ગુજરાતમાં હાલ ઈક્યુબેશનનો પિરિયડ ચાલી રહ્યો છે જેના કારણે મે મહિનાના પહેલા અઠવાડિયામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો  થશે.  એટલે આવા સમયે લોકડાઉન ખોલવુ  એ ખતરા સમાન…

Read More
2020

નવા વર્ષની જ્યારે શરુઆત થાય છે ત્યારે સૌ કોઈ તેને વધાવતા  હોય છે. જોકે, વર્ષ 2020ના શરુઆતના ગાળામાં જ લોકો  તેનાથી નફરત કરવા લાગ્યા છે. ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસની  મહામારી ચાલી રહી છે જેનાથી લોકો અત્યારે ત્રાહિમામ પોકારી ગયા છે.. ભારતમાં કોરોનાના હજારો કેસ સામે આવી રહ્યા છે..ત્યારે દેશમાં એક  બાદ એક  બે મોટી હસ્તીઓએ અલવિદા  કહી  દેતા લોકો હવે વર્ષ 2020થી નફરત કરવા  લાગ્યા છે. 29 એપ્રિલ બુધવારે ઈરફાન ખાન અને 30 એપ્રિલ ગુરુવારના  રોજ ઋષિ કપૂરના નિધનના  સમાચારના કારણે ભારતનો દરેક નાગરીક દુઃખી છે.. દિગ્ગજ કલાકારો ઈરફાન ખાન અને ઋષિ કપૂરના માત્ર  ભારતમાં જ નહીં પણ વિદેશમાં…

Read More
IRFAN 4

બોલિવૂડની સાથે સાથે હોલીવુડ ફિલ્મોમાં કામ  કરી ચુકેલ અભિનેતા ઇરફાન ખાનનો કોઈ પરિચય આપવાની આમ તો જરૂર ન પડે. કારણ કે એની પ્રતિભા જ કંઈક એવી  હતી કે તેને દેશ-દુનિયામાં  લોકો ઓળખતા હતા. બોલિવૂડથી હોલિવૂડ સુધી પોતાના અભિનયની છાપ છોડનારા ઇરફાનનું ગત મોડી રાત્રે  દુઃખદ નિધન થયુ. છેલ્લા કેટલાક વર્ષોમાં અભિનેતા ઈરફાન ખાન સુપરસ્ટારડમ મેળવવામાં સફળ રહ્યા હતા.. બહુમુખી પ્રતિભા ઇરફાન લોકોથી થોડા હટકે રહીને જીવનારા લોકોમાં શામેલ છે. કદાચ આ જ કારણ છે કે તે પઠાણ પરિવાર સાથે જોડાયેલા હોવા છતાં શુદ્ધ શાકાહારી છે. ખમતીધર અભિનેતા ઈરફાનના  નિધનથી બોલીવૂડે જ નહી પણ કરોડો ચાહકોએ પણ આંચકો અનુભવ્યો છે. હોલીવૂડમાં…

Read More
mahila 5 e1587994048760

કોરોના વાયરસના કહેરનો સામનો કરી રહેલ એક્વાડોરમાં એક હેરાન કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ બહેનના મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો હતો. જોકે,એ સમયે તે ચોંકી ઉઠી જ્યારે તેને પોતાની બહેન જીવતી હોવાની વાત ખબર પડી. મળતી માહિતી મુજબ, આ બનાવ એક્વાડોરના ગુઆયાક્વિલ શહેરનો છે. જ્યાં 74 વર્ષીય આલ્બા મારુરીને 27 માર્ચે વધારે તાવ અને શ્વાસ લેવામાં તકલીફની ફરીયાદ બાદ એબલ ગિલ્બર્ટ પોનટોન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એક અગ્રણી સમાચાર વેબસાઈટના જણાવ્યા મુજબ, થોડા દિવસો પછી અલ્બાનીની બહેન ઓરા મારુરીને હોસ્પિટલનો ફોન આવ્યો. તેમને હોસ્પિટલ સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેની બહેન આલ્બા મરી ગઈ…

Read More
collage

સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. દેશભરમાં કોરોનાથી સંક્રમિતોનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના મૃત્યુઆંક દર અન્ય રાજ્યોની સરખામણીએ વધુ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના કારણે 151 લોકો જીવ ગુમાવી ચુક્યા છે. ગુજરાતમાં મૃત્યુ દર 4.3 ટકાથી વધુ છે. જે પાછળ વુહાનનું કનેક્શન હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ મામલે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદમાં જવાબ આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે પહેલીવાર કબૂલાત કરી છે કે રાજ્યમાં રિકવર રેશિયો ઓછો છે.  જ્યારે કોરોનાથી થતા મોતનો રેશિયો વધારે છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ દાવો કરતા…

Read More