ભરતનાટ્યમ શીખી રહી છે કંગના રનૌત

આજકાલ અભિનેત્રી કંગના રનૌત તેની આગામી ફિલ્મ ‘થલાઈવી’ માટે સખત મહેનત કરી રહી છે. આજકાલ તે મનાલીમાં તેના પરિવાર સાથે છે. પરંતુ ત્યાં પણ તેણે પોતાનું શેડ્યૂલ ચેન્જ કર્યું નથી અને તે અત્યારે તેની ફિલ્મની તૈયારીઓમાં વ્યસ્ત છે. ‘થલાઈવી’ મુખ્યમંત્રી જયલલિતાના જીવન પરની બાયોપિક છે, જેમાં કંગના મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તે હાલમાં જયલલિતાની ભૂમિકા માટે ભરતનાટ્યમ શીખી રહી છે. તેણે રિહર્સલનો એક વીડિયો પણ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

આ સાથે જ  ફિલ્મ કેટલાક કારણોસર વિવાદમાં પણ આવી છે. જયલલિતાની ભત્રીજી દીપાએ મદ્રાસ હાઈકોર્ટમાં આ ફિલ્મ પર રોક લગાવવાની માંગ કરી છે. અહેવાલો અનુસાર દીપાએ પોતાના એફિડેવિટમાં જણાવ્યું હતું કે ‘થલાઈવી’ માટે ડિરેક્ટર એ.એલ. વિજયે ફિલ્મ માટે તેમની સંમતિ લીધી નથી. તેમનું કહેવું છે કે, ફિલ્મમાં કેટલાક તથ્યો અને ઘટનાઓને ખોટી રીતે રજૂ કરી શકાય છે. ફિલ્મ થલાઈવી ‘2020 માં રિલીઝ થશે અને કંગના આ માટે કોઈ કસર છોડવા માંગતી નથી. તે સોશિયલ મીડિયા પર ચાહકોને અવારનવાર ફિલ્મ સંબંધિત તેની તૈયારીઓ વિશે અપડેટ આપતી રહે છે. અન્ય ફિલ્મ્સની વાત કરીએ તો તે આ વર્ષે ‘જજમેન્ટલ હૈ ક્યા’માં જોવા મળી હતી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *