ફિલ્મ ‘બાયપાસ રોડ’ની રિલીઝ ડેટમાં ફેરફાર

નીલ નીતિન મુકેશ સ્ટારર ફિલ્મ ‘બાયપાસ રોડ’ની રિલીઝ ડેટમાં ફેરફાર થયો છે. અગાઉ ફિલ્મની રિલીઝ ડેટ 1 નવેમ્બર અનાઉન્સ કરવામાં આવી હતી. પરંતુ હવે તે બદલીને 8 નવેમ્બર કરી દેવામાં આવી છે. આવો રિલીઝ ડ્રામા સની સિંહ સ્ટારર ફિલ્મ ‘ઉજડા ચમન’નો પણ થયો છે. જોકે તે ફિલ્મનો ડ્રામા સરખા ટોપિકને કારણે આયુષ્માન ખુરાનાની ‘બાલા’ સાથેનો ક્લેશ અટકાવવા માટે થયો હતો.

‘ઉજડા ચમન’ ફિલ્મ અગાઉ 8 નવેમ્બરના રોજ રિલીઝ થવાની હતી પરંતુ હવે તે 1 નવેમ્બરે રિલીઝ થવાની છે.આ ફિલ્મ નીલ નીતિનના હોમ પ્રોડક્શનની પહેલી ફિલ્મ છે……અને તેની સાથે આ ફિલ્મને ખૂદ નીલ એ લખી છે….આ ફિલ્મના રાઇટર,પ્રોડયૂસર અને એક્ટર નીલ પોતે જ છે………ફિલ્મ વિક્રમ નામના વ્યક્તિની છે જે ફેશન ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હોય છે. નીલ વિક્રમના રોલમાં છે. તેની લાઈફમાં અમુક ઘટનાઓ આકાર લે છે અને તે એક મર્ડર મિસ્ટ્રીમાં ઇન્વોલ્વ થઇ જાય છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં અદા શર્મા, સુધાંશુ પાંડે, રજિત કપૂર, શમા સિકંદર અને ગુલ પનાગ પણ સામેલ છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *