ખાઓ રોજના ફક્ત ચાર અખરોટ

અખરોટ મગજ માટે સારુ હોય છે તે વાત તો બધા જ જાણે છે પરંતુ તે ઓવરઓલ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજ વધારે નહિ પણ ફક્ત 4 અખરોટ ખાવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે. દુનિયાની 11 દેશની 55થી વધુ યુનિવર્સિટીઓ તરફથી હાથ ધરાયેલા અભ્યાસમાં સાબિત થયું કે અખરોટ ખાવાથી શરીર માટે જરૂરી ફાઈબર, પ્રોટીન, વિટામિન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઓમેગા-3 અલ્ફા લિનોલેનિક એસિડ સહિત અનેક ન્યુટ્રિઅન્ટ્સની પૂરતી માત્રામાં મળી રહે છે.નિયમિત ચાર અખરોટ ખાવાથી કેન્સર, સ્થૂળતા, ડાયાબિટીસ જેવી બીમારીઓ દૂર થાય છે. સાથે સાથે વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે અને જીવનશૈલી સાથે જોડાયેલી બીમારીઓ દૂર રહે છે. સંશોધન મુજબ અખરોટ પોષક તત્વોના ઉર્જાનું કેન્દ્ર છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.વનસ્પતિમાંથી 93 પ્રકારના મેવા મળે છે.

તેમાંથી ફક્ત અખરોટમાંથી જ આપણને વનસ્પતિમાંથી મળતું ALA પૂરતા પ્રમાણમાં મળી રહે છે. ભારતમાં મોટી વસ્તી શાકાહારી છે અને તેમનામાં ઓમેગા-3 અને પ્રોટીનની ઉણપ જોવા મળે છે. સંશોધકોના જણાવ્યા મુજબ દરેક પ્રકારના સૂકા મેવાને ભોજનમાં શામેલ કરવા જોઈએ. તેનાથી મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડની ઉણપ દૂર થાય છે. અખરોટમાં રહેલુ ઓમેગા-3 ફએટી એસિડ હૃદયને સ્વસ્થ રાખે છે.”,

Join the discussion

Your email address will not be published. Required fields are marked *