પરફોર્મન્સ બાદ બેભાન થઈ એલી અવરામ

વર્ષ 2013માં ફિલ્મ મિકી વાઈરસથી પોતાની કરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસ એલી અવરામ દિલ્હીમાં એક ઈવેન્ટ દરમિયાન પરફોર્મન્સ દરમિયાન બેભાન થઈ ગઈ. ત્યાર બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.આ અંગે એલીએ જણાવ્યું કે, હું આખો દિવસ એકદમ ઠીક હતી.

મેં દિલ્હીમાં એક કોર્પોરેટ ઈવેન્ટમાં ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. ત્યાર બાદ મારી તબિયત ખરાબ થવા લાગી. શરૂઆતમાં મને લાગ્યું કે ડિહાઈડ્રેશન થઈ ગયું અને બ્લડ પ્રેશર લો થઈ ગયું. થોડા સમય પછી હું ચક્કર આવતા પડી બેભાન થઈ ગઈ. જ્યારે મારી આંખ ખૂલી તો હું હોસ્પિટલમાં હતી. ડોક્ટરે એલીને જણાવ્યું કે વધારે થાકને કારણે તેની આ હાલત થઈ છે. એલી હાલ મુંબઈમાં આરામ કરી રહી છે. તેમણે કહ્યું કે ડોક્ટરે મને કહ્યું છે કે ચિંતા કરવાની જરૂર નથી. એલી રીયાલીટી શો બીગ બોસથી પણ ખુબ ફેમસ થઈ હતી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *