આ વસ્તુઓને ભૂલથી પણ બીજી વાર માઈક્રોવેવમાં ગરમ ન કરવી…

આજકાલ મોટાભાગના ઘરોમાં ખાવાનું ગરમ કરવા માટે માઈક્રોવેવનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે અમુક એવા ખાદ્યપદાર્થ પણ છે જેને બીજી વાર ગરમ ગરમ કરવું આપણા સ્વાસ્થ માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આવું કરવાથી પાચનની સાથે અન્ય સ્વાસ્થ સંબંધિત સમસ્યાઓ થવાનું જોખમ વધી જાય છે. તો આવો અમે તમને જણાવીએ કે કઈ વસ્તુ માઇક્રોવેવમાં બીજી વાર ગરમ ન કરવી જોઈએ.

બટેકા:

જો બટેકાની વાનગીને બનાવ્યા બાદ ફ્રીજમાં મુકવામાં ના આવે તો તે બોટુલીઝ્‌મ અને ક્લોસ્ટ્રીડીયમનું પ્રજનન સ્થળ બની શકે છે. જે સ્વાસ્થ માટે ખુબ જ નુકશાનકારક હોય છે. માઇક્રોવેવમાં એક મિનીટ સુંધી ગરમ કરવાથી પણ આ બેકટેરિયા મારતા નથી. જેથી બટેકાની વાનગી બીજી વાર ગરમ ન કરવી જોઈએ.

ઈંડા:

ઈંડાને ફરીથી ગરમ કરવાથી તેની પ્રોટીન સંરચનામાં બદલાવ જોવા મળે છે. જે તેને ઝેરીલું બનાવે છે. ઈંડા ખાતા પહેલા તેને ૧૬૫ ડીગ્રી તાપમાને ગરમ કરવું જરૂરી છે. કારણ કે જો તેને ૪૦ થી ૧૪૦ ડીગ્રી તાપમાને ગરમ કરવામાં આવે તો તેમાં બેક્ટેરિયા ઉત્પનન થાય છે જે સ્વાસ્થને ઘણું નુકશાન પહોચાડે છે.

ચિકન:

ચિકનને માઇક્રોવેવમાં બીજીવાર ગરમ કરવાથી બચવું જોઈએ. માઇક્રોવેવમાં ચિકનને ગરમ કરવાથી માંસની પ્રોટીન સંરચનામાં પરિવર્તન થાય છે. જેનાથી પેટમાં દુખાવો થઇ શકે છે અને પાચન સંબંધિત સમસ્યાઓ જોવા મળી શકે છે.

ભાત:

એક કલાકથી વધુ સમય સુંધી બહાર રાખેલા ભાતને બીજીવાર માઇક્રોવેવમાં ગરમ ન કરવા જોઈએ. કારણ કે આવું કરવાથી તેમાં બેક્ટેરિયા જમા થાય છે.જે ફૂડ પોઇઝનિંગ અને ડાયેરિયાની સમસ્યાઓનું કારણ બની રહે છે.

પાલક અને ધાણા:

આની અંદર નાઈટ્રેટસ ભરપુર માત્રામાં હોય છે. જેથી આને ફરીથી ગરમ કરવાથી આમાં રહેલા બેક્ટેરિયામાં રહેલા એન્ઝાઈમ નાઈટ્રેટથી નાઈટ્રેઈટમાં પરિવર્તિત થઇ જાય છે.જે શરીરમાં થતા કેન્સરનું કારણ બની શકે છે અને સાથે જ લોહીમાં થતા ઓક્સીજનના સંચારણને અટકાવે છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *