ગીતા રબારીએ PM મોદી સાથે મુલાકાત કરી, ‘અમે રાજી મોદીજી તારા રાજમાં રે’ ગીત સંભળાવ્યું

લોકપ્રિય ગુજરાતી ગાયક અને ‘કોની પડે એન્ટ્રી’, ‘રોણા શેરમાં રે’, ‘મહાદેવ’ જેવા સુપરહિટ ગીત આપનાર ગીતા રબારીએ સોમવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. આ દરમિયાન ગીતા રબારીએ નરેન્દ્ર મોદીને પોતાનું સુપરહિટ ગીત ‘રોણા શેરમાં રે’એ પણ સમર્પિત કર્યું હતું. હવે નરેન્દ્ર મોદીએ ગીતા રબારીના વખાણ કરતી ટ્વીટ કરી છે. જેમાં ગુજરાતી સંગીતમાં તેના યોગદાન વિશે પણ વાત કરી છે.

ગીતા રબારી વિશે કહ્યું આવું


નરેન્દ્ર મોદીએ ગીતા રબારીના વખાણ કરતાં ટ્વીટ કરી હતી કે,’ગીતા રબારી ગુજરાતના એક યુવા અને ક્રિએટિવ સિંગર છે. જેમના કામે ગુજરાતીને વૈશ્વિક રીતે સાંકળ્યા છે. મને યાદ છે કે જ્યારે તેઓ નાના હતાં ત્યારે પ્રેરણા આપી હતી. અને આજે, મને તેમની સાથે વાત કરવાની તક મળી છે. તેમના અનુભવો વિશે જાણીને મને આનંદ થયો.’

ભવિષ્ય માટે આપી શુભેચ્છાઓ

આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ એ પણ ટ્વીટ કરી હતી કે,’ગીતા રબારી જેવા લોકો જ આપણાં સમાજને પ્રેરણા આપે છે. એક સાધારણ પરિવારમાંથી આવતાં હોવા છતાં પણ તેમણે સિંગિંગ પ્રત્યે અદમ્ય પેશન દાખવ્યું. ગુજરાતી સંગીત પ્રત્યે તેમના સમર્પણને લઈને હું અભિભૂત છું. તેમને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.’

રોણા શેરમાં ગીતને યૂટ્યુબમાં 25 કરોડ વ્યુ મળતા ગીતા રબારીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને આ દરમિયાન તેમણે પીએમ મોદી પાસેથી આશીર્વાદ પણ લીધા હતા.

પીએમ મોદી સાથેની મુલાકાત બાદ ગીતા રબારીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સાથે સૌ પ્રથમ મુલાકાત જ્યારે હું નાની હતી ત્યારે થઇ હતી. પીએમ મોદીએ એ સમયે 250 રૂપિયાનું ઇનામ આપ્યું હતું અને કહ્યું હતું કે વધારે પ્રેકટીસ કરો. અમે માલધારી લોકો છીએ જે જંગલમાં રહીએ છીએ. ‘બેટી બચાવો, બેટી પઢાવો’નું પોસ્ટકાર્ડ મારા પિતાજીને મળ્યું હતું, જેના કારણે તેમણે મને સ્કૂલમાં ભણવા મોકલી હતી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *