મઠીયા બનાવવાની રીત

મઠીયા બનાવવાની રીત

મઠીયા કે મઠિયાં એ ગુજરાત રાજ્યના લોકોને પ્રિય વાનગી છે, જે મઠના લોટમાંથી તેલમાં તળીને બનાવવામાં આવે છે. દિવાળીના તહેવારમાં બધા ગુજરાતી લોકો પોતાના ઘરે મઠિયા બનાવે છે. આ ઉપરાંત પણ લોકો દરરોજ બેથી વધુ વખત પીવાતી ચા સાથેના નાસ્તા તરીકે લેવાતા સુકા ફરસાણ તરીકે પણ મઠિયાનો ઉપયોગ કરે છે.

————————————————————————————————

મઠીયા બનાવવા માટે ની સામગ્રી :

ખાંડ નું પાણી બનાવવા માટે :

૧ કપ પાણી

૭૫ ગ્રામ ખાંડ

મરચા ની પેસ્ટ બનાવવા માટે :

૧/૨ કપ પાણી

૧૦૦ ગ્રામ ક્રશ કરેલા લીલા મરચા

લોટ બાંધવા માટે :

૫૦૦ ગ્રામ મઠીયાનો લોટ (૪૦૦ ગ્રામ મઠનો લોટ + ૧00 ગ્રામ અડદનો લોટ)

૨૫ ગ્રામ મીઠું

લોટ ને અટામણ કરવા :

૨ ચમચી મઠીયાનો લોટ

૧ ચમચી ઘી

તેલ તળવા માટે

————————————————————————————————

વિડીઓ જોવા નીચે ક્લિક કરો

એક બાઉલ માં ૧ કપ ગરમ પાણી લો. તેમાં ૭૫ ગ્રામ ખાંડ ઉમેરો. ત્યારબાદ ચમચીથી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો.

હવે એક તપેલી માં ૧/૨ કપ પાણી લો અને ગેસ ચાલુ કરી પાણી ને ગરમ થવા દો. પાણી ગરમ થાય એટલે તેમાં ૧૦૦ ગ્રામ ક્ર્શ કરેલા લીલા મરચા ઉમેરી ૨ મિનીટ સુધી હલાવતા રહો. અને પછી ગેસ બંધ કરી લો.

હવે એક બાઉલ માં ૫૦૦ ગ્રામ મઠીયાનો લોટ (૪૦૦ ગ્રામ મઠનો લોટ + ૧00 ગ્રામ અડદનો લોટ) લો તેમાં ૨૫ ગ્રામ મીઠું નાખો હવે ઉકાળેલા મરચાની પેસ્ટ ઉમેરી તેને બરોબર મિક્ષ કરી લો.

ત્યારબાદ તેમાં જરૂર મુજબ ખાંડનુ પાણી ઉમેરી કઠણ લોટ બાંધો.

હવે લોટ ને દસ્તા વડે બરોબર ઝુડવો જેથી લોટ નરમ થઇ જાય. ત્યારબાદ લોટ ના ૨ સરખા ભાગ કરી લો.

હવે સાદા પાણી માં હાથને જરૂર મુજબ પલાળીને લોટ ને બરાબર ખેચવો જેથી મઠીયા પોચા અને સરસ થશે.

હવે લોટના એક સરખા ગુલ્લા બનાવી લો.

હવે એક બાઉલ માં ૨ ચમચી જેટલો મઠીયાનો લોટ લો તેમાં ૧ ચમચી ઘી ઉમરી તેને બરોબર મિક્ષ કરી લો. હવે બનાવેલ ગુલ્લા ને તેમાં નાખી બરોબર મિક્ષ કરી લો. (નોંધ : ગુલ્લા ને ઢાંકી ને રાખવા જેથી તે સુકાઈ જાય નહિ)

હવે ગુલ્લા લઈને પાતળા મઠીયા વણી લો આપણે ગુલ્લા ને ઘી અને લોટ માં મિક્ષ કર્યા હોવાથી તે વણતી વખતે ઓરસિયા પર ચોંટશે નહિ (નોંધ : મઠીયા વણતા ચોટે તો ઓરસિયા પર ઘી લગાવવું)

વણેલા મઠીયાને એકબીજાની ઉપરાઉપરી મુકવા જેથી તે સુકાય જાય નહી. અને બાજુમાં ગેસ પર તેલ ને ગરમ થવા માટે મૂકી દો જેથી મઠીયા વણાઈ જાય કે તરત જ આપને મઠીયાને તળી શકીએ.

હવે ગરમ તેલમાં વણેલા મઠીયા તળી લો. (નોંધ : મઠીયા તરત જ તળાય જતા હોવાથી તેને જલ્દી કાઢી લેવા.)

તૈયાર મઠીયા સર્વ કરો

————————————————————————————————

GiniJony’s Kitchen Social Media Links
Subscribe to GiniJony Kitchen’s YouTube Channel | https://goo.gl/MrKn5s
Like Facebook | https://goo.gl/1BUrgX

Join the discussion

Your email address will not be published. Required fields are marked *