ટીવી એક્ટ્રેસ તેજસ્વી વ્હોટ્સએપ એકાઉન્ટ થયું હેક

ટીવી સીરિયલ ‘પહેરેદાર પિયા કી’ની એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશનું વ્હોટ્સએપ એકાઉન્ટ હેક થઈ ગયું છે. તેજસ્વીના વોટ્સએપથી અશ્લીલ વીડિયોઝ શેર કરવામાં આવી રહ્યો છે. તેજસ્વી ઉપરાંત અસીમ ગુલાટીનું પણ વ્હોટ્સએપ એકાઉન્ટ હેક થયું છે………….તેજસ્વી પ્રકાશે એક વેબસાીટ સાથેની વાતચીતમાં કહ્યું કે, એક વ્યક્તિએ મારો ફોન હેક  કરી લીધો હતો. તે મારા ફોનમાં સેવ કોન્ટેક્ટ્સ સાથે ચેટ કરી રહ્યો હતો. તે ખૂબ જ ફ્રેન્ડલી ટોનમાં વાત કરી રહ્યો હતો અને તેને લિંક મોકલીને કોડ માંગી રહ્યો હતો……….જેવો જ મારો કોઈ કોન્ટેક તેને આ કોડ મોકલે કે તરત તે અશ્લીલ વીડિયો કોલ કરે. જેવો જ તમે વીડિયો કોલ ઉપાડો એટલે કે એક પુરુષનું અશ્લીલ રૂપ તમને જોવા મળે……..તેજસ્વીએ આગળ કહ્યું કે, ‘ગઈકાલે હું મીરા રોડમાં એક સ્પેશિયલ એપિસોડનું શૂટિંગ કરી રહી હતી. ત્યારે જ મને એક વીડિયો કોલ આવ્યો. મે જેવો જ ફોન ઉપાડ્યો એક નગ્ન માણસ મારી સામે ઉભો હતો. ઉલ્લેખનીય છે ક, ફક્ત તેજસ્વીની જ નહીં, પરંતુ ઘણા લોકો સાથે આવી ઘટના બની ગઈ. તેજસ્વીનીએ કહ્યું કે, ફિલ્મ જગતમાં એવા ઘણા લોકો છે કે જેણે જણાવ્યું તેને પણ આવા વીડિયો કોલ આવ્યા છે. તેજસ્વીએ કહ્યું, “કરિશ્મા તન્ના, તાન્યા શર્મા અને મારા ઘણા મિત્રોએ મને કહ્યું છે કે તેમને પણ આવા કોલ્સ આવી રહ્યા છે.”……. તેજસ્વીએ આ મામલે સાયબર સેલને ફોન કર્યો હતો, જેમણે તેમને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું કહ્યું હતું. તેજસ્વી જલ્દી જ પોલીસ કેસ કરશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *