કારેલાના સેવનથી સ્વાસ્થ્યને થતાં ફાયદા

કારેલા શબ્દથી અમુક લોકોને અણગમો હોય છે પણ કારેલા એ પ્રકૃતિએ આપેલી એક એવી શાકભાજી છે જે કેટલાક રોગોનો નાશ કરે છે.કારેલાનો ઉપયોગ આયુર્વેદિક ઉપચાર તરીકે પણ કરવામાં આવે છે.કારેલા સ્વાદમાં કડવા લાગે છે પણ એના ગુણો બહુજ મીઠી અસર આપે છે. કારેલામાં ફોસ્ફરસ વધુ માત્રામાં મળી આવે છે જે દાંત ,હાડકા ,મસ્તક ,લોહી અને શરીરના અંગોને ફોસ્ફરસ પૂરું પાડે છે .કારેલા ઘણા બધા રોગોનું નિદાન સાબિત થયું છે. દરેક વ્યક્તિ તેના સારા સ્વાસ્થ્ય માટે હેલ્ધી ભૉજન લે છે. જેથી શરીરમાં જરૂરી ખામીઓ દૂર થાય. કારેલાનું શાક ખાવાથી ઘણા ફાયદાઓ થાય છે. કારેલામાં ઘણા પોષક તત્વ જેવા કે કાર્બોહાઇડ્રેટ, ફોસ્ફરસ, પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન ઘણી  માત્રામાં જોવા મળે છે. કારેલા લકવાના દર્દીઓ માટે ખુબજ લાભદાયક છે. હરસમસામાં રાહત મેળવવા માટે, કારેલાનો રસ ઘણો ઉપયોગી છે. ઉપરાંત  ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલા ખુબજ લાભદાયક છે. કારેલા લોહીમાં સુગરના સ્તરને નિયંત્રણ કરે છે. કારેલાના જ્યુસમાં લીંબુનો રસ નાખીને પીવાથી જાડાપણું દૂર થાય છે. કારેલાના જ્યુશથી લોહી સાફ થાય છે અને તે હિમોગ્લોબીન વધારવામાં ઘણું મદદરૂપ છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *