આ છે અપર લિપ્સ દૂર કરવાના અસરકાર ઘરેલુ ઉપાયો

જ્યારે છોકરાને હોઠ ના ઉપરના ભાગે રુવાટી અથવા તો વાળ આવે ત્યારે તે તેના માટે ખુશ થવાની વાત હોય છે. કારણ કે એનો મતલબ એ છે કે આવનાર સમયમાં તેને આવી શકે છે. બધા જાણે છે તેમ છોકરાને મૂછ આવે તો તે છોકરો જવાન થયા હોવાની નિશાની છે. પરંતુ જ્યારે આ હોઠ ઉપર ની રુવાટી છોકરીઓને આવવા લાગે છે ત્યારે છોકરીઓ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દે છે. અને પોતાને ઘરની અંદર પુરી દે છે અને તેમને શરમ આવે છે. અને એટલું જ નહિ તે બ્યુટી પાર્લર ના ચક્કર લગાવવાનું શરુ કરી દે છે. ત્યારે અમે છોકરીઓ ના હોઠ ના ઉપર ની બાજુ આવત અણગમતા વાળ દૂર કરવાનો ઈલાજ લાવ્યા છે. જેનાથી છોકરીઓ ઘરે બેઠા જ હોઠ ના ઉપર ના ભાગે આવતા વાળ એટલે કે અપર લિપ્સને ઘરે બેઠાં જ દૂર કરી શકશે..

૧. દહીં અને ચોખાનો લોટ.

એક વાટકી માં દહીં અને ચોખાના લોટને મિક્સ કરો અને મિશ્રણ તૈયાર કર્યા બાદ તેને અપર લિપ્સ એટલે કે હોઠ ના ઉપર ના ભાગ પર લગાવો અને જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે તેને હલકા હાથેથી ઘસીને ઠંડા પાણી વડે નીકાળી દો.

૨. ખાંડ અને લીંબુ.

એક વાટકીમાં બે લીંબુના રસ અને ખાંડ મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો ત્યારબાદ આ મિશ્રણને upper lips પર 10 થી 15 મિનિટ સુધી માલિશ કરો અને ત્યારબાદ જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારે તેને હલકા હાથેથી ઘસીને ઠંડા પાણી વડે નીકાળી દો

૩. દૂધ અને હળદર.

એક વાટકીમાં દૂધ અને હળદર નાખી મિશ્રણ તૈયાર કરો અને ત્યારબાદ તૈયાર થયેલા આ મિશ્રણને ઉપર લગાવી થોડી વાર સુકાવા દો અને જ્યારે આ મિશ્રણ સુકાઈ જાય ત્યારે તેને હલકા હાથે ઘસીને નીકાળી દો.

નોંધ.. ઉપર બતાવેલી ત્રણેય ટીપ્સ ને આપે અઠવાડિયામાં 2 વખત ઉપયોગ કરવી પડશે. જેથી કરીને આપ થોડા સમયની અંદર આપની મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકશો.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *