એવોર્ડમાં જોવા મળ્યો કિયારાનો હોટ અંદાજ

કિયારા આડવાણીએ તાજેતરમાં જ પોતાના નવા ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે. આ તસવીરોમાં કિયારા ખૂબ જ હોટ લાગી રહી છે. કિયારા આ ફોટોશૂટમાં ડીપનેક લાઈનની ગોલ્ડન કલરની થાઈ હાઈ સ્લિટ શિમરી ડ્રેસ સાથે મેચિંગ ન્યૂડ કલરની હાઈ હીલ્સમાં જોવા મળી હતી. કિયારા અનેક ફિલ્મ્સમાં કામ કરી ચૂકી છે કબીર સિંહમાં જોવા મળેલી કિયારા આ સમયે અનેક ફિલ્મ્સમાં કામ કરી રહી છે.

કિયારાની અપકમિંગ ફિલ્મ ગુડ ન્યૂઝ ડિસેમ્બરમાં રીલિઝ થવાની છે. જેમાં તેની સાથે અક્ષય કુમાર, કરીના કપૂર અને દિલજીત દોસાંજ જોવા મળશે. કિયારા ગુડ ન્યૂઝ ઉપરાંત અક્ષય કુમાર સાથે લક્ષ્મી બમ અને કાર્તિક આર્યન સાથે ભૂલ ભૂલૈયા 2માં જોવા મળશે. કિયારા અડવાણીએ ક્રિકેટર એમએસ ધોનીની બાયોપિકમાં પત્ની સાક્ષીનો રોલ કર્યો હતો.

આ ફિલ્મ પછી તે ખૂબ જ ફેમસ થઈ હતી. કિયારા આ ગોલ્ડન લુકમાં એક એવોર્ડ ફંક્શનમાં પહોચી હતી. તેની સાથે ફંક્શનમાં શાહિદ કપૂર પણ જોવા મળ્યો હતો.  કિયારાના આ લુકમાં ફોટોઝ અને વિડીઓઝ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા છે. લોકો કિયારાના આ અંદાજને ખુબ પસંદ કરી રહ્યા છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *