ભૂમિ પેડનેકરએ કરાવ્યું હોટ ફોટોશૂટ

ટોયલેટ એક પ્રેમકથા’ અને ‘શુભ મંગલ સાવધાન’ જેવી શાનદાર ફિલ્મો કરનારી બોલીવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર તેના ગ્લેમરસ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. ભૂમિએ હાલમાં જ ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.

ભૂમિ પેડનેકર હાલમાં જ ‘ફેસ ઓફ એશિયા’ અવોર્ડ જીત્યો છે.ભૂમિએ સાડીમાં બોલ્ડ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે. આ દરમિયાન ભૂમિ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.

ભૂમિએ પોતાના આ ફોટોશૂટની કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર પણ કરી છે. ભૂમિ પોતાના આ નવા ફોટોશૂટમાં ખૂબ જ ગ્લેમરસ અને સ્ટનિંગ લાગી રહી છે.ભૂમિએ પોતાના કરિયરની શરૂઆત દમ લગા કે હઈશા દ્વારા કરી હતી. તેણે આ ફિલ્મને કરવા માટે વજન વધાર્યું હતું. ફિલ્મમાં તેની સાથે આયુષ્માન ખુરાના લીડ રોલમાં હતો. ફિલ્મ માટે ભૂમિને ઘણા એવોર્ડ મળ્યા હતા.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *