આ છે લસણ ફોલવાની સૌથી સહેલી રીત, ૨ મિનિટમાં ૧ કિલો ફોલાઈ જશે

મોટાભાગની રસોઇમાં લસણ પડતું હોય છે. પરંતુ જો કોઇપણ ગૃહિણી માટે સૌથી કંટાળાજનક કામ હોય તો આ લસણને ફોલવું. ઘરમાં ફોલેલું લસણ પડ્યું હોય તો દરરોજ રસોઇ બનાવવામાં ઘણો સમય બચી જાય છે. તમે આ લસણને ફોલીને સ્ટોર પણ કરી શકો છો. આ માટે આ નવી ટ્રિક જોઈ લો જેથી માત્ર ૨ મિનિટમાં ૧ કિલો લસણ ફોલાઇ જશે.

જરૂરી સામગ્રી:

સૂકું લસણ
૧ કઢાઇ
૨ ગ્લાસ પાણી

બનાવવાની રીત:

લસણના દળાને હાથથી મસળી બધી જ કળીઓ છૂટી પાડી દો. હવે, છૂટા પડેલા ફોતરા અને કળીઓને અલગ પાડી લ્યો. ત્યારબાદ એક કઢાઇમાં પાણી લઈ થોડું ગરમ કરો. આ પાણીમાં પેલી લસણની કળીઓ નાખો. 1 મિનિટ એમ જ પલળવા દો.

બનાવવાની રીત:

પાણીમાં લસણની બધી જ કળીઓ એક મિનિટ સુધી બરાબર પલળી જાય ત્યાર બાદ તેને પાણીમાં જ રહેવા દઈ બંને હાથથી કળીને મસળો. આમ કરતા જ કળી પરના ફોતરા તરત છૂટા પડી જશે.

બનાવવાની રીત:

એકવાર બધા જ ફોતરા છૂટા પડ્યા બાદ આ પાણીમાંથી કળીઓ બહાર કાઢી લો અને એક કૉટનના કપડા પર પાથરી લૂછી લો. આ કળીઓને પૂરી રીતે કોરી કર્યા બાદ ડબ્બામાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો.

One comment

Join the discussion

Your email address will not be published. Required fields are marked *