ઈશા અંબાણીએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જોવા મળ્યો સ્ટાઈલિશ અંદાજ

Vogueના કવર પેજ પર ઈશા


રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન 2018માં થયેલા સૌથી મોટા લગ્ન રહ્યાં હતાં. જેની ચર્ચા લાંબા સમય સુધી થતી રહી હતી. હવે લગ્ન પછી ઈશા અંબાણી ફેમસ મેગેઝીન Vogueના કવર પેજ પર જોવા મળી છે.

ઈશા અંબાણીનું ફોટોશૂટ

વોગ મેગેઝીનના કવરપેજ માટે ઈશા અંબાણીએ એક ફોટોશૂટ કરાવ્યું. જેમાં ઈશા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. આગળની સ્લાઈડ્સમાં જુઓ ઈશાની સુંદર તસવીરો…

લોંગ સ્કર્ટ બ્લેઝર લુક

મલ્ટી કલર લેયર્ડવાળી લોંગ સ્કર્ટ અને બ્લેક બ્લેઝર સાથે ખુલ્લા વાળ ધરાવતા આ લુકમાં ઈશાએ ફોર્મલ અને કેઝ્યુઅલ બન્નેના લુકને એકસાથે કમ્બાઈન કર્યો છે અને સુંદર લાગી રહી છે.

ઈશાનો ગ્લેમરસ અવતાર

આ ફોટોશૂટમાં ઈશા અંબાણીનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો. બ્લેક અને બ્લુ કલરના ઓફ શોલ્ડર ફ્રિલ ગાઉનને ઈશાએ બ્લિન્ઝી જેકેટ સાથે ટીપ અપ કરી પહેર્યું હતું. તેનો આ લુક કોઈ મોડેલથી ઓછો નહોતો.

લગ્ન પછીની લાઈફ વિશે જણાવ્યું આવું

વોગ મેગેઝીનના કવરપેજ પર આવેલી ઈશા અંબાણીએ ફોટોશૂટ સાથે જ વોગ મેગેઝીનને એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેણે પોતાના લગ્ન, લગ્ન પહેલાની લાઈફ અને લગ્ન પછીની લાઈફ વિશે જણાવ્યું હતું.

ભવિષ્ય વિશે જણાવ્યું આવું

આ ઈન્ટરવ્યૂમાં ઈશા અંબાણીએ પોતાના પરિવાર વિશે અને ભવિષ્યમાં તે શું કરવા ઈચ્છે છે તે વિશે પણ વાત કરી હતી.

ફોટોશૂટમાં આવો હતો લૂક

ફેમિના મેગેઝિન 2015 માટે ઈશાનુ આ ફોટોશૂટ તેના ઘર એન્ટીલિયામાં થયુ હતું. જેમાં તે ઓફિશિયલથી લઈને જંપસૂટ સુધીના આઉટફીટમાં ફોટોશૂટ કરાવતી જોવા મળી હતી. બોલિવૂડના મશહૂર મેકઅપ આર્ટિસ્ટ મિક્કી કોન્ટ્રાક્ટરે ફોટોશૂટ માટે મેકઅપ કર્યો હતો.

ઈશા અંબાણીએ આ ઈન્ટરવ્યુમાં તેના જન્મ સાથે સંકળાયેલી એક ખાસ વાત જણાવી હતી. જે આજ સુધી ફેન્સને કદાચ ખબર નહોતી. ઈશાએ કહ્યું કે, માતા નીતા અંબાણીનો ખોળો સાત વર્ષ સુધી નહોતો ભરાયો. જે બાદ આઈવીએફ ટેકનોલોજીથી મારો અને આકાશનો જન્મ થયો હતો.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *