ઈશા અંબાણીની પ્રી-વેડિંગ પાર્ટીમાં સ્વર્ગ જેવો નજારો, આવી છે હોટલની સજાવટ

દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન લેક સિટી ઉદયપુરમાં થઈ રહ્યાં છે. આ તકે હોટલ ધ ઓબેરોય ઉદયવિલાસને રંગ બેરંગી રોશની અને ફૂલોથી સજાવાયું છે. આવો જોઈએ હોટલની આકર્ષક અને સુંદર તસવીરો…

12 ડિસેમ્બરે છે લગ્ન


ઈશા અને આનંદ પિરામલના લગ્ન 12 ડિસેમ્બરના રોજ મુંબઈમાં થશે.

8થી 10 ડિસેમ્બર સુધી બુક કરી છે હોટલ


8થી 10 ડિસેમ્બર સુધી પ્રી વેડિંગ પાર્ટી માટે આ હોટલ અંબાણી પરિવારે બુક કરાવી છે. હોટલને એવી રીતે સજાવાઈ છે. જેમ ઉદયપુરના ફેમસ લેક પિચોલાના કિનારે કોઈ નવી દુલ્હન બેઠી હોય.

ગુલાબની પાંદડીઓ પર ઈશા-આનંદની તસવીર


પ્રી વેડિંગથી આવેલી આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ શૅર કરવામાં આવી રહી છે. ગુલાબની પાંખ પર ઈશા-આનંદની તસવીરો અને નામ પણ છે.

ઈશા-આનંદનો લોગો


ઈશા અને આનંદના નામના પહેલા અક્ષરોથી તેનો ‘વેડિંગ લોગો’ બનાવવામાં આવ્યો છે. વેડિંગ કાર્ડ પર પણ આ લોગો બનેલો હતો.

દેશ-વિદેશના મહેમાનોની હાજરી


પ્રી-વેડિંગ પાર્ટીમાં બોલિવૂડ, ક્રિકેટ, રાજનીતિ અને કારોબાર જગતના તમામ મોટા સેલેબ્સ પહોંચ્યા છે. જેમના માટે ઉદયપુરની તમામ મોટી હોટેલો બુક કરાઈ છે.

મહેમાનો માટે સ્વાદિષ્ટ ભોજન


પાર્ટીમાં આવેલા હજારો મહેમાનો માટે વિશેષ પકવાનો બનાવવામાં આવ્યાં છે.

લક્ઝુરિયસ છે હોટલ


ધ ઓબેરોય ઉદયવિલાસ ઉદયપુરની સૌથી યુનિક અને લક્ઝરી હોટલ્સમાંથી એક છે.

દીવાથી કરાઈ સજાવટ


હોટલ સજાવવા માટે અનેક દીવાઓનો ઉપયોગ કરાયો છે. એવું લાગી રહ્યું હતું કે જાણે દિવાળીની રોનક હોય.

ધીરુભાઈ અંબાણીને આપી શ્રદ્ધાંજલિ


પ્રી વેડિંગ પાર્ટીમાં રિલાયન્સ ગ્રુપના ફાઉન્ડર અને મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીને રંગોળી દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અને જોડે શ્રીનાથજી ભગવાનની પણ રંગોળી બનાવી હતી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *