રથયાત્રાના 15 દિવસ પહેલા બિમાર પડે છે ભગવાન જગન્નાથ

ઓડીશાની ધાર્મિક નગરી પૂરીમાં ભગવાન જગન્નાથ, બલરામ અને દેવી સુભદ્રાનો વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે. હિન્દુ પંચાગ મુજબ અહીં દરેક અષાઢ બીજના દિવસે વિશાલ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જોકે, માત્ર પૂરીમાં જ નહીં દેશના વિવિધ ભાગોમાં પણ જગન્નાથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. જોકે, રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન પોતે બિમારી ગ્રહણ કરે છે. આ પાછળની કથા એવી છે કે,

પુરીમાં ભગવાન જગન્નાથના એક પરમ ભક્ત રહેતા હતા શ્રી માધવ દાસ જી તેઓ પ્રભુની ભક્તિમાં લીન હતા. તેઓ પ્રતિદીન પ્રભુના ભજનમાં જ લીન રહેતા. સંસારમાં તેમનું બીજું કોઈ હતુ નહીં તેથી તેઓ ભગવાન જગન્નાથને જ સર્વે સર્વે માનતા હતા. એક વખત માધવ દાસજી બીમાર પડી ગયા. તેમની તબિયત એટલી નાદુરસ્ત થઈ ગઈ કે તેઓ ઉભા પણ થઈ શકતા નહતા. આસપાસના લોકો તેમને કહેતા વૈદ્યને બોલાવો પણ માધવ દાસજી કહેતા મારી રક્ષા માટે મારો નાથ બેઠો છે, મારે કોઈની સહાયની જરુર નથી.

એક સમયે તેમની પીડા અતિશય વધી ગઈ…ત્યારે ભગવાન જગન્નાથ મનુષ્યરૂપ ધારણ કરી તેમની સહાયતા માટે પહોંચ્યા અને કહ્યું મહારાજ હું તમારી સેવા કરી દઉં. તમે ભક્તો માટે શું નથી કર્યું..? મહારાજજી જવાબ આપવામાં અસમર્થ હતા. માધવ દાસજીનો રોગ એટલો વધી ગયો હતો કે તેમને ખબર જ નહતી કે ક્યારે તેઓ મળ મૂત્ર નો ત્યાગ કરી દેતા હતા. વસ્ત્ર ખરાબ થઈ જતા હતા..એ વસ્ત્રોને ભગવાન જગન્નાથજી પોતાના હાથોથી સાફ કરતા હતા. એમના પુરા શરીર ને પણ સાફ કરી તેમને સ્વસ્થ રાખતા હતા.

કોઈ પોતાનો પારિવારિક સભ્ય પણ જેટલી સેવા ન કરી શકે એટલી સેવા ભગવાન જગન્નાથજીએ માધવદાસજીની કરી..માધવદાસજીને જ્યારે ભાન આવ્યું ત્યારે તેઓ ઓળખી ગયા કે આ મારો નાથ જ હોઈ શકે અને તેમને ભેટી પડ્યા…આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. માધવદાસજી બોલ્યા પ્રભુ તમારે આ બધુ કરવાની શું જરૂર હતી તમે તો આ રોગને ચપટી વગાડતા દૂર કરી શકતા હતા?

તે સમયે ભગવાન જગન્નાથજી બોલ્યા માધવ તારી વાત સાચી છે, પણ કર્મમાં જે લખેલું છે તેને દરેક મનુષ્યને ભોગવવાનું જ છે…આ જન્મમાં નહીતો આવતા જન્મમાં પણ કોઈ પોતાના કર્મોથી ન બચી શકે અને હું મારા ભક્તને આટલા અસહ્ય કષ્ટમાં કઈ રીતે જોઈ શકું ?? તારો 15 દિવસનો રોગ બચ્યો છે જેને હું લઉં છું કારણ તારી ભક્તિ સામે આ કશું જ નથી..


માટે આજે પણ ભગવાન 15 દિવસ માટે બીમાર થાય છે… ભગવાન જગન્નાથ ને રોજ 56 ભોગ ચઢાવામાં આવે છે પણ આ 15 દિવસોમાં ભગવાન ની રસોઈ બંધ કરી દેવામાં આવે છે. ભગવાન જલ્દી ઠીક થાય તે માટે તેમને લેપ લગાડવામાં આવે છે…જગન્નાથ મંદિર માં તો ભગવાન ની બીમારી ચેક કરવામાં માટે પ્રતિદિન વૈદ્ય ને પણ બોલવામાં આવે છે..ભગવાન ને ફળ અને ફળોનો રસ ચઢાવામાં આવે છે..અને મીઠું દૂધ અર્પિત કરવામાં આવે છે…ભગવાન જગન્નાથજી બીમાર છે જેથી મંદિરના કપાટ 15 દિવસ માટે બંધ કરી દેવામાં આવે છે કોઈ વ્યક્તિ પ્રભુના દર્શન કરી શકતો નથી..

Join the discussion

Your email address will not be published. Required fields are marked *