હવે ઘરે જ બનાવો ભાતના ચીઝ બોલ: ચીઝ બોલ બનાવવાની રીત…

જો તમે ગુજરાતી છો તો સ્વાભાવિક છે ઘરમાં દાળ-ભાત તો બનતા જ હશે. પરંતુ આમાંથી ક્યારેક તો ભાત વધતા જ હોય છે. આમાંથી સામાન્ય રીતે ઘણા લોકો વઘારેલા ભાત બનાવતા હોય છે. પણ તમે ક્યારેં વિચાર્યું છેકે આમાંથી આપડે વધેલા ભાતના ચીઝ બોલ પણ બનાવી શકીએ છીએ. બપોરે આ વાનગી બનાવી ને તમે  બાળકો ને ખુશ કરી શકશો. આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે. તો ચાલો જાણીએ ચીઝ બોલ બનાવવાની રીત.

સામગ્રી:-

  • 2 કપ રાંધેલો ભાત,
  • 1/૨ કપ ફણગાવેલા મગ
  • 1-4 કપ સમારેલી ડુંગળી
  • 2 ચમચી ચણાનો લોટ
  • 1 ચમચો ચોખાનો લોટ
  • 1 ચમચી ભાજીપાવ મસાલો
  • મીઠું અને મરચું સ્વાદાનુસાર
  • 2 ચમચા સમારેલી કોથમીર
  • ચીઝના નાના કટકા
  • બ્રેડનો ભૂકો અથવા ટોસ્ટનો ભૂકો,
  • તેલ તળવા માટે

રીત:-

  • સૌ પ્રથમ એક બાઉલ લો. તેમાં ભાત, ફણગાવેલા કઠોળ, કોથમીર, ડુંગળી, મીઠું, મરચું, બન્ને લોટ અને ભાજીપાવનો મસાલો ઉમેરી બરાબર મિક્ષ કરો
  • હવે આ મિશ્રણના લીબું આકારના નાનાં ગોળા બનાવો. હથેળીમાં આ બોલ્સને લઇને વચ્ચે નાનું ખાડા જેવું કરીને ચીઝનો કટકો મુકો અને ગોળો વાળી દો. બોલ જેવો આકાર બનાવો
  • હવે આવી રીતે બોલ બનાવી લીધા બાદ બધા બોલને કોનફલેક્સના ભુકામાં રગદોળી નાખો
  • મધ્યમ ગરમ તેલમાં જ્યાં સુધી આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળવા
  • આ ચીઝ બોલને ચટણી અને સોસ સાથે સર્વ કરો

નોંધ:- ધ્યાન રહે કે ભાત બહુ પાણી વાળા કે બહુ કડક ના હોવા જોઈએ. તેમજ ચીઝ બોલ અંદરથી કાચા ન રહે તે રીતે ધીમા તાપે તળવા

Join the discussion

Your email address will not be published. Required fields are marked *