ઓટ્સ અને અખરોટના પ્રોટીનથી ભરપૂર લાડુ બનાવો અને માણો શિયાળાની મજા

આજે અમે ખાસ પ્રોટીનથી ભરપૂર લાડુ લાવ્યા છીએ. જે લાડુને ખાવાથી તમે ભરપૂર પ્રોટીન મેળવી શકો છો. આ લાડુ સામાન્ય ચુરમાના કે પછી બેસનના લાડુ નથી આ લાડુ ઓટ્સ અને અખરોટ તેમજ અળસી નાખીને બનાવ્યા છે આથી તમે આ લાડુ ખાઈને તંદુરસ્ત અને ચુસ્ત રહી શકશો.

જરૂરી સામગ્રી:

 • ઓટ્સ
 • બદામ-પીસ્તા
 • અખરોટ
 • અળસી
 • પીનટ્સ
 • કાળાને સફેદ તલ
 • કાળી કિસમિસ
 • ખારેક, ખજૂર
 • ટોપરાનું ખમણ
 • તજનો ભુકો
 • મધ
 • દેશી ગોળ
 • એક ચમચી ગાયનું ઘી

બનાવવાની રીત:

સૌ પ્રથમ એક વાસણમાં ઘીની પાઈ કરો. આ પાઈમાં ઓટ્સ,બદામ-પીસ્તા, અખરોટ, અળસી, પીનટ્સ, કાળાને સફેદ તલ, કાળી કિસમિસ, ખારેક, ખજૂર, ટોપરાનું ખમણ,અઘકચરા ખાંડીને નાખો.

ત્યાર બાદ ચપટી તજનો પાવડર નાખો ગેસ પરથી ઉતાર્યા પછી એક ચમચો મધ નાખી ફટાફટ થાળીમાં પાથરી દો.

જો તમારે પીસ કરવા હોય તો તેમ અથવા લાડુ વાળો. આ લાડુ ખુબજ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે એનર્જી આપનાર છે.

આ તમામ વસ્તુઓને એક કે બે મીનીટ શેકી પછી જ ઉપયોગમાં લો.

બાળકો માટે આ લાડુ બનાવવા હોય તો તેમા તમે ચોકલેટની સિરપ કે ચોકલેટના નાના ટૂકડા નાખો બાળકો આ લાડુને હોંશે હોંશે ખાશે.

ધ્યાન રાખજો અળસી સાદી લેવી નમક વાળી લેવી નહી.

મધ ગેસ પરથી ઉતાર્યા પછી જ એડ કરો.

આ લાડુ ઘરે બનાવી જૂઓ ખાનારા કરશે યાદ.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *