આ મોટા અભિનેતાઓ સાથે રહી ચુક્યા છે પ્રિયંકા ચોપરાના સંબંધો

પ્રિયંકા ચોપરા ૨જી ડિસેમ્બરે જોધપુરના ઉમ્મેદ ભવન માં શાહી ઠાઠ-માઠ થી લગ્ન કરવા જઈ રહી છે. તે અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કરવાની છે અને આ એક પ્રેમ લગ્ન છે. જણાવી દઈએ કે આ પ્રિયંકાનો પ્રથમ બોયફ્રેન્ડ નથી આ પહેલા પ્રિયંકાનું નામ બોલીવૂડના કેટલાક અભિનેતાઓ સાથે સંકળાયેલું છે. પરંતુ ટૂંક સમયમાં તેઓએ અલગ થવું પડ્યું હતું. આજે અમે તમને પ્રિયંકાના આવા જ કેટલાક બોયફ્રેન્ડ વિશે જણાવીશું.

1. અસીમ મર્ચેટ

આ યાદીમાં સૌ પ્રથમ અસીમ મર્ચેટનું નામ આવે છે. એવું કહેવાય છે કે જ્યારે પ્રિયંકા એક મોડેલ હતી અને તેણીએ તેની કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારે અસિમે તેને ઘણો સાથ આપ્યો હતો. પરંતુ જ્યારે પ્રિયંકા મિસ વર્લ્ડ બની તો તેણીએ અનંત છોડી દીધો.

2. અક્ષય કુમાર

પ્રિયંકા ચોપરાએ પોતાની કારકિર્દીની શરૂઆતમાં અક્ષય સાથે ઘણી ફિલ્મો કરી હતી. પ્રિયંકાએ પોતાની પ્રથમ ફિલ્મમાં અક્ષય સાથે ઘણાં બોલ્ડ દ્રશ્યો આપ્યા હતા. તેના પછી બંને વધુ નજીક આવવા લાગ્યા હતા. આ બંને શૂટિંગ ઉપરાંત ઘણી વખત જોડે જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન અક્ષય કુમારના લગ્ન ટ્વિન્કલ ખન્ના જોડે થઇ ચુકેલા હતા અને અક્ષયે બંને એક સારા મિત્ર છે તેવું કહીને પોતાનું લગ્નજીવન તુટતા બચાવી લીધું હતું.

3. શાહરૂખ ખાન

પ્રિયંકા ચોપરા શાહરૂખ ખાન ને ખૂબ જ પ્રેમ કરતી હતી. તેમણે ડોન 2 માં એકસાથે કામ કર્યું હતું અને આ પછી તેઓ વધુ નજીક આવવા લાગ્યા હતા. પરંતુ તેમના પ્રેમમાં સૌથી મોટી સમસ્યા એ હતી કે શાહરૂખ ના પહેલેથી જ લગ્ન થઇ ચુક્યા હતા. અને જ્યારે આ વાતની ખબર ગૌરી ખાન પડી તો તે ખૂબ ગુસ્સે થઇ હતી. શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરાએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે જેના લીધે તેઓ વધુ નજીક આવ્યા હતા. પરંતુ મજબુરીના લીધે તેમને અલગ થવું પડ્યું હતું. ડોન જેવી ફિલ્મોમાં આ જોડી કામ કરી ચુકી છે અને લોઈ પણ આ ફિલ્મ બહુ ગમી હતી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *