આ નોકરને સલમાન ખાન ખુદ પણ ઘરમાંથી નીકાળી શકતા નથી

બોલીવુડના ભાઈજાન એટલે કે સલમાન ખાન સ્વભાવે કેવા છે તે સૌ કોઈ લોકો જાણે છે. સલમાનખાન એક એવી વ્યક્તિ છે કે જેણે અનેક લોકોને સામાન્ય માણસમાંથી સુપરસ્ટાર બનાવ્યા છે. અનેક એવા એક્ટ્રેસ છે કે જેને સલમાન ખાને પોતાની ફિલ્મોમાં એક્ટિંગ કરવાનો મોકો આપ્યો અને તે સ્ટાર રાતોરાત સ્ટાર બની ગયા. અને જાણે કે તે એક્ટરનું ભવિષ્ય જ બદલાઈ ગયું હોય તેવી વાતો આપણે અનેક વાર સાંભળી છે. આટલુ જ નહીં, સલમાન ખાનનો બૉડીગાર્ડ શેરા પણ કોઈ સેલિબ્રિટી થી ઓછા નથી. આ સાથે તેમના ઘરમાં કામ કરતા લોકો પણ કઈ કમ નથી.

ત્યારે આજે અમે આપને એક એવા વ્યક્તિ વિશે જણાવી રહ્યા છે, જે સલમાન ખાનના ઘર માં જ રહે છે,અને તે ખૂબ જ સામાન્ય વ્યક્તિ છે. આ વ્યક્તિનું નામ છે ગંગારામ. જી હા કે જે સલમાનખાનના ઘરમાં નોકર તરીકે કામ કરે છે. અને સલમાન ખાનના જન્મ પહેલાથી જ આ વ્યક્તિ તેઓના પરિવાર સાથે રહે છે.

પરંતુ, તેમના ઘરમાં કામ કરતા ઘણા લોકોમાં એક એવી વ્યક્તિ છે કે જેને સલમાન ખાન ઈચ્છે તો પણ તેને ઘરમાંથી કાઢી શકે તેમ નથી. માત્ર સલમાન ખાન જ નહીં, તેમના પિતા સલિમ ખાન પણ તેને ઘરમાંથી અથવા નોકરીમાંથી કાઢી શકે તેમ નથી.

સલમાન ખાનના પિતા જ્યારે તેઓના ત્રણે પુત્રો સાથે કપિલ શર્મા શોમાં પહોંચ્યા હતા. ત્યારે તેમણે ગંગારામ નો ઉલ્લેખ કર્યો હતો. અને જણાવ્યું હતું કે, ગંગારામ એક એવી વ્યક્તિ છે કે, જે વર્ષોથી તેમની સાથે રહે છે. અને જ્યારે સલમાન ખાનના પિતા એટલે કે સલીમ ખાન ના લગ્ન થયા હતા તે સમયે તેમની પત્ની સાથે દહેજ સ્વરૂપે આવ્યો હતો અને ત્યારથી તેમના ઘરમાં રહે છે. સલમાન અને તેના બે ભાઈઓએ ગંગારામને મામા રામ તરીકે બોલાવે છે. સલિમ ખાને વધુમાં જણાવ્યું કે ગંગારામ તેમની બેગમ નો એટલો ચહીતો છે કે, એકવાર તેમણે ગંગારામને ઠપકો આપતા સલમાએ તેમની સાથે છ મહિના સુધી વાત કરી ન હતી.


સલીમ ખાને જણાવ્યું કે, ગંગારામ હવે તેઓના પરિવારમાં એક મહત્વનું પાત્ર બની ગયું છે. આટલા વર્ષોથી ગંગારામ સાથે રહેવાના કારણે હવે એક પરિવારનો હિસ્સો હોય તેવું લાગી રહ્યું છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *