સલમાન ખાનની ઓનસ્ક્રીન બહેન ને આવી રીતે ‘ભારત’માં મળ્યું કામ જાણો કોણ છે આ એક્ટર્સ

‘ટાઈગર ઝિંદા હૈ’ બાદ ‘ભારત’માં મળ્યું કામ


ટીવી એક્ટ્રેસ કશ્મીરા ઈરાનીનું નામ આજકાલ ચર્ચામાં છે, જેનું કારણ છે તેણે સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં કરેલો રોલ. કશ્મીરા ગઈકાલે રિલીઝ થયેલી ફિલ્મ ભારતમાં સલમાન ખાનની બહેનના રોલમાં છે. આ પહેલા એક્ટ્રેસ ટાઈગર ઝિંદા હૈમાં પણ જોવા મળી હતી.

ટીવી એક્ટ્રેસ તરીકે શરૂ કર્યું કરિયર


કશ્મીરાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી એક્ટ્રેસ તરીકે કરી હતી. તેનો પહેલો શો અમ્બર ધરા હતો. આ બાદ તે ઘણા ટીવી શોમાં જોવા મળી. કાશ્મીરાએ ટેલિવુડ બાદ થિયેટરની દુનિયામાં પગ મુક્યો હતો. જે બાદ તેણે ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું.

સલમાનની બહેનનો રોલ મળ્યો


કશ્મીરાએ ભારતમાં સલમાન ખાનની બહેનનો રોલ કર્યો છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન એક્ટ્રેસે કહ્યું હતું કે, ‘મને ખુશી છે કે હું સલમાન ખાનને ભાઈ કહી શકી. સામાન્ય રીતે આવી તક ઘણા ઓછા લોકોને મળે છે. મને આ તક મળી એટલા માટે હું ખુશ છું’.

‘રોલ નાનો હતો પણ કામ કરવાની મજા આવી’


કશ્મીરાએ જણાવ્યું કે ટાઈગર ઝિંદા હૈમાં સલમાન અને કેટરીના સાથે મારો કોઈ સીન નહોતો. પરંતુ ભારતમાં બંને સાથે કેટલાક સીન છે. મારો રોલ ભલે નાનો હોય પરંતુ કામ કરવાની મજા આવી.

આ રીતે ફિલ્મમાં મળ્યું કામ


કશ્મીરાએ જણાવ્યું કે ભારતમાં રોલ માટે મારી પાસે મુકેશની ટીમથી ફોન આવ્યો હતો, મારો સ્ક્રીન ટેસ્ટ થયો બાદમાં બધું ફાઈનલ થયું. એક્ટ્રેસે વધુમાં કહ્યું કે જે ટીમ સાથે તમે કામ કર્યું હોય તેની સાથે ફરી કામ કરવાની તક મળે તે સૌથી મોટી વાત છે. મેં શૂટિંગ દરમિયાન ખૂબ એન્જોય કર્યું.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *