દુબઈમાં ખાસ રીતે સેલિબ્રેટ થયો શાહરુખનો જન્મદિવસ

શાહરુખ ખાનનો 2 નવેમ્બરે 54મો જન્મદિવસ હતો અને તેના હજારો ચાહકો મન્નતની બહાર આવ્યા હતાં અને એક્ટરે પણ બાલકનીમાંથી તેમનું અભિવાદન કર્યું હતું. દુબઈમાં પણ ખાસ રીતે શાહરુખનો જન્મદિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફા પર શાહરુખ ખાનનું નામ લખીને તેને વીશ કરવામાં આવી હતી.

દુબઈની બુર્જ ખલીફામાં શાહરુખના જન્મદિવસ પર સ્પેશિયલ વીડિયો ચલાવવામાં આવ્યો હતો.

આ સ્પેશિયલ મોમેન્ટ્સનો વીડિયો શાહરુખે સોશિયલ મીડિયામાં શૅર કરીને કહ્યું હતું, મને આટલો બ્રાઈટ બતાવવા માટે મોહમ્મદ અલબાર તથા બુર્જ ખલીફાનો આભાર. તમારો પ્રેમ અમૂલ્ય છે. આ વાસ્તવમાં ઘણું જ લાંબું છે. લવ યૂ દુબઈ. મારા જન્મદિવસને ખાસ બનાવવા માટે આભાર. બે નવેમ્બરની સાંજે શાહરુખ ખાન બ્રાંદ્રા સ્થિત સેન્ટ એડ્રયૂઝ ઓડિટોરિયમ આવ્યો હતો અને ચાહકો સાથે કેક કાપીને બર્થડે સેલિબ્રેટ કર્યો હતો.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *