17મી એનિવર્સરી પર ઈમોશનલ થઈ સોનાલી બેન્દ્રે

બોલિવુડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે પોતાના જમાનાની સૌથી સફળ અને સુંદર હીરોઈનોમાંથી એક રહી છે. પોતાની એક્ટિંગથી કરોડો ફેન્સના દિલ જીતનારી સોનાલીએ જ્યારે કેન્સરની બીમારી વિશે જાણ કરી તો ફેન્સ નિરાશ થઈ ગયા હતા. જો કે એક્ટ્રેસ કેન્સર સામે જબરદસ્ત રીતે જંગ લડી અને ઠીક થઈને પોતાના વતને પરત ફરી.

સોનાલી બેન્દ્રેએ પોતાની 17મી એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી અને આ પ્રસંગે પતિ અને ફિલ્મમેકર ગોલ્ડી બહેલ સાથે ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને એક્ટ્રેસે જણાવ્યું હતું કે, તેને કેન્સર થયા બાદ તેનો પતિ કેટલો બદલાઈ ગયો છે. સાથે તેણે જણાવ્યું હતું કે ગયા વર્ષે  તે આ દિવસે ન્યૂયોર્કની હોસ્પિટલમાં હતી. અને હવે તેનો હેતુ આગળ વધવાનો અને બીજી વસ્તુઓ પર ફોકસ કરવાનો તેમજ પોતાને બદલવાનો છે.

સોનાલી બેન્દ્રેએ ગોલ્ડી સાથે 12 નવેમ્બર 2002માં લગ્ન કર્યા હતા. જેના ત્રણ વર્ષ બાદ 11 ઓગસ્ટ 2005માં બંને માતાપિતા બન્યા હતા અને તેના ઘરે દીકરા રણવીરનો જન્મ થયો હતો. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ ઘણી વાયરલ થઈ છે. સોનાલી બેન્દ્રે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *