તાનાજી : ધ અનસંગ વોરિયર’નો ફર્સ્ટ લુક રિલીઝ

અજય દેવગણે તેની આગામી પિરિયડ ડ્રામા ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. ફિલ્મમાં તે મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજીના રાજ્યકાળમાં તેમના સેનાપતિ રહી ચૂકેલ તાનાજી માલસુરેના રોલમાં છે. આ ફિલ્મમાં તેની સાથે કાજોલ પણ સામેલ છે. આ ફિલ્મને અજય દેવગણે ‘ટી સિરીઝ’ સાથે મળીને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મના ડિરેક્ટર ઓમ રાઉત છે. ફિલ્મ આવતા વર્ષે 10 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કરતા અજય દેવગણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘દિમાગ જે તલવાર જેટલું જ ધારદાર હતું.’સૈફ અલી ખાનનો લુક રિલીઝ કરતા અજય દેવગણે લખ્યું કે, ‘હિંમત જે તલવાર કરતા પણ વધુ ઊંડે જાય છે.


ફિલ્મની સ્ટારકાસ્ટમાં અજય દેવગણ, કાજોલની સાથે સૈફ અલી ખાન, શરદ કેલકર, પંકજ ત્રિપાઠી, આજિંક્યા દેઓ વગેરે સામેલ છે. ફિલ્મમાં કાજોલ સાવિત્રી માલસુરેના રોલમાં છે. 
અગાઉ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી પરંતુ હવે મેકર્સે આ ફિલ્મને આવતા વર્ષે 10 જાન્યુઆરીના રોજ રિલીઝ કરવાનું નક્કી કર્યું છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *