હવે શાક માં નાખો આ સીક્રેટ મસાલો, કોઈપણ શાક બની જશે સ્વાદીસ્ટ

શાક તો બધાંના ઘરમાં બનતું જ હોય છે, પરંતુ કેટલાક લોકોના ઘરનું શાક ખરેખર એટલું ટેસ્ટી  હોય છે કે, બધાં આંગળાં ચાટતાં રહી જાય. આવા શાકમાં તેઓ જે મસાલો નાખે તેની જ તો કમાલ હોય છે. કદાચ એ તમને મસાલાનું સીક્રેટ ન કહે પણ અમે તમને જણાવી રહ્યા છે આવા મસાલાની રેસિપિ, જેને શાકમાં નાખવાથી કોઇપણ શાક બની જશે જબરજસ્ત ટેસ્ટી.

જરૂરી સામગ્રી:

 • ૨૫૦ ગ્રામ મરચાં
 • ૧૫૦ સમારેલી ડુંગળી
 • એક ઝૂડી કોથમીર (સાફ કરી સમારી લેવી)
 • ૨૦ ગ્રામ મખાણા
 • ૧૫-૨૦ લસણની કળીઓ
 • ૨ ઈંચ આદુનો ટૂકડો (ઝીણું સમારી લેવું)
 • ૨ ટુકડા તજ
 • ૨ બાદિયાનનાં ફૂલ
 • સ્વાદ અનુસાર મીઠું
 • જીરું
 • ૨ ટેબલસ્પૂન હળદર

બનાવવાની રીત:

સૌપ્રથમ મખાણાને બરાબર શેકી લો. ૫ મિનિટમાં મખાણા શેકાઈ જશે. ત્યારબાદ તજ, જીરું અને બાદિયાનને પણ શેકી લો. હવે મિક્સરના જારમાં જીરું, તજ, બાદિયાન અને મખાણા કરકરા ક્રશ કરી લો.

એક મોટા બાઉલમાં લીલું મરચું, ડુંગળી, આદું, લસણ અને કોથમીર લઈ તેમાં અંદર હળદર અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લો.

હવે આ મિશ્રણમાં તૈયાર કરેલો મખાણાનો મસાલો એડ કરી મિક્સ કરી લો.

હવે આ મસાલાને ચીલી કટરમાં ક્રશ કરો. ધ્યાનમાં રાખવાની બાબત છે કે મસાલાને ક્રશ કરવા માટે મિક્સરમાં નાખવો નહીં. ચીલી કટરમાં જ ક્રશ કરવું. થોડો-થોડો મસાલો લેવો અને ક્રશ કરતા જવું. પાણી જરા પણ ન લેવું.

હવે આ મસાલાને કોઇપણ શાકમાં એડ કરી શકાય છે. કોઇપણ ચોખ્ખી અને કોરી બરણીમાં ભરીને ફ્રિજમાં મૂકી દો.

૧૦-૧૫ દિવસ સુધી બગડશે નહીં. જો તમને ઇચ્છા હોય તો તમે આ મસાલાને કટરમાં ક્રશ કરવાની જગ્યાએ ખાંડી પણ શકો છો.

One comment

Join the discussion

Your email address will not be published. Required fields are marked *