ફિલ્મ બિગિલએ 5દિવસમાં કરી 200 કરોડની કમાણી

દીવાળી પહેલાં બોલીવુડ પર અક્ષય કુમારની ફિલ્મ હાઉસફૂલ 4નો જલવો છવાયેલો છે. ફિલ્મે ગત 5 દિવસમાં 100 કરોડ ક્લબમાં એન્ટ્રી મારી લીધી છે. પરંતુ એક ફિલ્મ એવી જેણે બોક્સ ઓફિસ કલેક્શનના મામલે અક્ષયકુમારની ફિલ્મ હાઉસફૂલ4 કરતાં બમણી સફળતા પ્રાપ્ત કરી છે………તમિળ સુપરસ્ટાર વિજયની તહેવાર સીઝનમાં રિલીઝ થયેલી ફિલ્મ બિગિલ ફક્ત પાંચ દિવસમાં જ વૈશ્વિક સ્તર પર 200 કરોડ રૂપિયાની કમાણીના આંકડાને પાર કરી ગઇ છે. ફિલ્મ વિશ્લેષક સુમિત કાડેલે ટ્વિટ કર્યું બિગિલએ પાંચ દિવસમાં પાંચ દિવસમાં વૈશ્વિક સ્તર પર 203 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

થલપતિ વિજયે અજેય જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે…….. એટલી કુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મે દુનિયાભરમાં ધૂમ મચાવી છે. આ ફિલ્મ લગભગ 4200 સ્ક્રીન પર રિલીઝ થઇ છે……… બિગિલ એક સ્પોર્ટ્સ એક્શન ફિલ્મ છે. જેમાં વિજય પિતા અને પુત્રના રૂપમાં બેવડી ભૂમિકામાં છે. પિતાના રૂપમાં તે એક સ્થાનિક ડોનની ભૂમિકામાં જોવા મળે છે અને પુત્રના રૂપમાં તે એક મહિલા ફૂલબોલ ટીમના કોચ છે. અભિનેતાએ કોચના પાત્ર માટે ટ્રેનિંગ પણ લીધી હતી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *