ફિલ્મ સત્તે પે સત્તાની બનશે રિમેક

અમિતાભ બચ્ચન અને હેમા માલિનીની સફળ અને યાદગાર ફિલ્મ સત્તે પે સત્તાની રિમેક બનવાની કેટલાય સમયથી ચર્ચા થઇ રહી છે. મૂળ ફિલ્મમાં ભજવેલ અમિતાભ બચ્ચનનું પાત્ર હૃતિક રોશન ભજવવાનો છે તેવી વાત હતી, પરંતુ હવે એવી માહિતી મળી છે કે, હૃતિકે આ ફિલ્મમાં કામ કરવાની ના કહેતા ફરાહની નજર તેના ફેવરિટ અને ખાસ મિત્ર શાહરૂખ પર ઠરી છે. કહેવાય છે કે, હૃતિક રોશને ફિલ્મના પ્રથમ ડ્રાફટને વાંચ્યો હતો, જેનાથી તે સંતુષ્ટ નહોતો.

અભિનેતાને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડી નહોતી. જોકે આ મહિને ફિલ્મની બીજી નેરેશન મળવાની આશા છે. હૃતિકે આ ફિલ્મમાં રસ ન દાખવતાં ફરાહખાને ફિલ્મમાંના અમિતાભના પાત્ર માટે ફરી શોધ આદરી છે.સૂત્રની વાત સાચી માનીએ તો, ફરાહની નજર તેના ફેવરિટ અને ખાસ મિત્ર શાહરૂખ ખાન પર ઠરી છે. આ ફિલ્મમાં અભિનેત્રી તરીકે અનુષ્કાનું નામ  ચર્ચાયુ છે. જો શાહરૂખ આ ફિલ્મમાં કામ કરવા રાજી થશે તો, અનુષ્કા અને શાહરૂખની આ પાંચમી ફિલ્મ સાથે હશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *