ટીવીની મશહૂર અભિનેત્રીનો વિડિઓ થયો વાયરલ

ટીવીની મશહૂર અભિનેત્રી નિયા શર્માના ડાન્સનો વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વિડિઓ દિવાળી સેલિબ્રેશનની પાર્ટીનો છે જેમાં નિયા શર્મા, આમીર અલી ઉપરાંત ઘણા બીજા સેલિબ્રિટીઝ પણ નજરે પડ્યા હતા. વાયરલ થઇ રહેલા વિડિઓમાં નિયા શર્મા પંજાબી સિંગર ગુરૂ રંધાવા સાથે ડાન્સ કરતી નજરે પડી હતી. જેમાં નિયા શર્મા તેનુ સૂટ સૂટ કરદા સોંગના તાલે ગુરૂ રંધાવા સાથે જબરદસ્ત ડાન્સ કરતી નજરે પડે છે. સિલ્વર કલરના ડ્રેસમાં ડાન્સ કરતી નિયા શર્માનો ઓવરઓલ ટ્રેડીશનલ લુક હતો. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

ગુરુ રંધાવા અને નિયા શર્મા બંનેના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર તેમણે આ વિડિઓ શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, નિયા શર્મા સ્ટાર પ્લસની સીરીઅલ ‘એક હઝારો મેં મેરી બેહના હે’ , ‘કાલી-એક અગ્નિપરીક્ષા’ અને ઝી ટીવીની ‘જમાઈ રાજા’ વગેરેમાં પોતાની એક્ટિંગથી લોકોનુ દિલ જીતી ચુકી છે. હાલમાં જ તે ઝી-5 ની જમાઈ રાજા 2 ના ટ્રેલરમાં જોવા મળી હતી. જોકે, જમાઈ રાજા 2 ની આ સીઝન ટેલીવિઝન પર નહિ પરંતુ ઓનલાઈન સ્ટ્રીમીંગ ઝી-5 પર જોવા મળશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *