આકાશ અંબાણી-શ્લોકા મહેતાના લગ્ન પ્રસંગે એન્ટિલિયામાં તૈયારીઓનો ધમધમાટ

દુલ્હનની જેમ સજાવાયું એન્ટિલિયા


આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નને માત્ર છ દિવસ બાકી છે ત્યારે મુંબઈમાં આવેલું તેમનું ઘર એન્ટિલિયા દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. આ પહેલા અંબાણી પરિવારે સ્વિત્ઝરલેન્ડના સેન્ટ મોરિટ્સમાં પ્રિ વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું. જેમાં મોટા ભાગના બોલીવૂડના સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની સજાવટને એક વિડીયો સામે આવ્યો છે.

એન્ટિલિયામાં તૈયારીઓ શરૂ

એન્ટિલિયામાં અંદર પંડાલ લગાવવામાં આવી રહ્યા છે. સ્વિત્ઝરલેન્ડ રવાના થતા પહેલા એન્ટિલિયામાં દાંડિયા નાઈટ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાલ્ગુની પાઠક અને તુષાર ત્રિવેદીએ પર્ફોમ કર્યું હતું. લગ્ન માટે બોલીવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને કરણ જોહરને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય ટાઈગર શ્રોફ, દિશા પટણી અને મલાઈકા અરોરા-અર્જુન કપૂર પણ અંબાણી પરિવારમાં મહેમાન બનશે.

વિન્ટરવંડરલેન્ડ થીમ પર સેલિબ્રેશન


આકાશ અને શ્લોકાનું પ્રિવેડિંગ વિન્ટર વંડરલેન્ડ થીમ પર આધારિત હતું. આ સેલિબ્રેશનમાં ચેન સ્મોકર મરુન 5 બેન્ડે પર્ફોમ કર્યું હતું. આ પર્ફોમન્સમાં આકાશ અને શ્લોકાએ ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. આ પ્રિ વેડિંગ ડ્રોનથી કરવામાં આવ્યું હતું. જ્યારે આમિર ખાન, સલમાન ખાન અને કિંગ ખાને અંબાણી પરિવાર સાથે સ્ટેજ પર ગલ્લા ગુડિયા ગીત પર ડાન્સ પણ કર્યો હતો. આ સિવાય મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ફિલ્મ વક્તના ગીત એ મેરી ઝોહરજબી પર પર્ફોમ કર્યું હતું.

9 માર્ચે છે લગ્ન


આકાશ અંબાણીની જાન તા. 9 માર્ચના રોજ ટ્રાઈડેન્ટ હોટેલથી બપોરે 3.30 વાગ્યે જિયો ગાર્ડન માટે રવાના થશે. લગ્ન બાદ તા. 10 માર્ચના રોજ પ્રથમ રિસેપ્શન યોજાશે. જેમાં બોલીવૂડ અને બિઝનેસ ક્ષેત્રના અગ્રણીઓ ખાસ હાજરી આપશે. આ પછી તા. 11 માર્ચના રોજ બીજુ રિસેપ્શન યોજાશે. શ્લોકા મહેતા હીરાના વ્યાપારી રસેલ મહેતાના પુત્રી છે. આ ઉપરાત ઈશા અને શ્લોકા બંને ખાસ મિત્રો છે. લગ્ન વખતે ઈશાએ વોગ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં તેની સ્પષ્ટતા કરવામાં આવી હતી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *