Connect with us

બોલીવુડ

આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન

Published

on

ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈકથી પોતાની ખાસ ઓળખ બનાવતા વિક્કી કૌશલ હવે અનેક ફિલ્મોમાં નજર આવવાના છે. ખાસ વાત એ છે કે વિકી કૌશલની આગામી ફિલ્મો પણ દેશભક્તિ સાથે જોડાયેલી છે અને વિકી કૌશલ તેના માટે ખાસ તૈયારી પણ કરી રહ્યા છે. હવે તેની એક ફિલ્મ આવવાની છે, જે ક્રાંતિકારી સરદાર ઉધમ સિંહના જીવન પર બની રહી છે. આ ફિલ્મ માટે વિક્કી કૌશલે પોતાનું વજન ઓછું કર્યું છે.

વિક્કી કૌશલ, કોઈ પણ ફિલ્મમાં કામ કરતા પહેલા તેના કિરદારમાં સારી રીતે ઘુસી જાય છે અને કિરદારને ન્યાય આપવા માટે મહેનત કરે છે. તેમની આ મહેતનું પરિણામ તેમની ફિલ્મોમાં જોવા મળે છે. આવું જ ફિલ્મ સંજૂ, ઉરી અને મસાનમાં થયું હતું. હવે ફિલ્મ ઉધમ સિંહના કિરદાર માટે તેમણે પોતાનું વજન ઓછું કર્યું છેઅહેવાલો અનુસાર, વિક્કી કૌશલે ફિલ્મ માટે 13 કિલો વજન ઓછું કર્યું છે અને હાલમાં જ સામે આવેલી તેમના ફોટોમાં સાફ જોવા મળી રહ્યું છે કે તેમણે વજન ઓછું કર્યું છે. વિક્કી કૌશલે ઉધમ સિંહના જવાનીના સમય માટે વજન ઓછું કર્યું છે.જણાવી દઈએ કે ઊધમ સિંહની બાયોપિકના સાથે એક્ટર સેમ માનેકશૉની બાયોપિક અને ભૂત પાર્ટ વનઃ ધ હૉન્ટેજ શિપમાં નજર આવશે. જે એક હૉરર ફિલ્મ છે. વિકીને હાલમાં જ ઉરી માટે નેશનલ અવૉર્ડ મળી ચુક્યો છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

એન્ટરટેઈનમેન્ટ

ભાભીજી ઘર પર હે ની આ એક્ટ્રેસે શૉને કહી દીધુ અલવિદા

Published

on

ટીવી જગતનો સૌથી મનપસંદ શો ભાભીજી ઘર પર હેના ફેન્સ માટે ખરાબ સમાચાર છે,ભાભીજી ઘર પર હે તો જોતા જ હશો અને શૉમાં રહેલી ગોરી મેમ દરેક લોકોની ફેવરિટ છે. ગોરી મેમના નામથી ફેસમ સૌમ્યા ટંડને શૉને અલવિદા કહી દીધું છે.


આ વિશે ખુદ સૌમ્યાએ કહ્યું કે તે તેના પર્સનલ કારણને કારણે શૉ છોડી રહી છે. સાથે જ તેણે કહ્યું કે તે શૉનો કોન્ટ્રાક્ટ રિન્યુ નહી કરે અને 21 ઓગસ્ટ તેનો સેટ પર છેલ્લો દિવસ હશે. કહ્યું છે કે તે શૉમાં પરત નહી ફરે.

સૌમ્યાએ સ્વિકાર્યુ કે તેનો આ અવ્યવહારિક નિર્ણય છે. જામેલા શૉને તે આ રીતે છોડી રહી છે, તેણે કહ્યું કે એક રેગ્યુલર સેલેરી સાથે કામ કરવુ નથી, હવે તેને નવા પ્રોજેક્ટ કરવા છે અને નવી વસ્તુઓ ટ્રાઇ કરવી છે. ભાભીજી…એ તેના કરિયરમાં કોઇ ગ્રોથ નથી કર્યો.

કોરોના કાળમાં જ્યાં એક તરફ લોકોને કામ નથી મળી રહ્યું તો બીજી તરફ સૌમ્યાએ આવો ચોંકાવનારો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઇએ કે, સૌમ્યા ખૂબ જ ટેલેન્ટેડ કલાકાર છે અને તે કરીના કપૂર સાથે જબ વી મેટમાં પણ કામ કરી ચૂકી છે.

Continue Reading

એન્ટરટેઈનમેન્ટ

સુશાંત કેસની તપાસ સુપ્રીમ કોર્ટે CBIને સોંપાતા,બોલિવૂડ સ્ટાર્સએ આપ્યા પોતાના રિએેક્શન

Published

on

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં આજે મોટા સમાચાર આવ્યા છે જેમા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસની તપાસ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને સોંપી દીધી. સુશાંતના પિતા અને બિહાર સરકાર તરફથી આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગણી કરાઈ હતી.


સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપતા કહ્યું કે મુંબઈ પોલીસ તમામ પુરાવા આગળની તપાસ માટે સીબીઆઈને સોંપી દે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પર બોલિવૂડ સ્ટાર્સએ પોતાનું રિએેક્શન આપ્યું છે.

ચુકાદા બાદ બોલિવૂડના એક્શન હીરો અક્ષયકુમારે કહ્યું કે સુપ્રીમે સુશાંત સિંહ રાજપૂતનો કેસ તપાસ માટે સીબીઆઈને સોંપ્યો. આશા છે કે હવે સત્ય બહાર આવશે.

ક્રિતી સેનને ટ્વિટ કરીને કહ્યું કે છેલ્લા બે મહિના ખુબ જ બેચેની ભર્યા રહ્યાં છે કારણ કે કશું સ્પષ્ટ નહતું. સીબીઆઈ તપાસ માટેનો સુપ્રીમ કોર્ટનો આદેશ આશાનું એક કિરણ છે જે દર્શાવે છે કે આખરે સત્ય ચમકશે. આપણે બધા આશા રાખીએ અને હવે ધારણાઓ પર પૂર્ણવિરામ મૂકો તથા સીબીઆઈને તેમનું કામ કરવા દો.


સુપ્રીમ કોર્ટના સીબીઆઈ તપાસના આદેશ બાદ અનુપમ ખેરે ટ્વિટ કરીને કહ્યું કે જય હો…જય હો…જય હો….

અંકિતા લોખંડેએ ટ્વિટ કરીને કહ્યું કે ન્યાય એ જ છે જે સત્ય બતાવે, સત્યની જીત થઈ છે.

સુપ્રીમ કોર્ટે આગળ એમ પણ કહ્યું કે બિહાર પોલીસને એફઆઈઆર નોંધવાનો અધિકાર હતો. પટણામાં નોંધાયેલી એફઆઈઆર યોગ્ય હતી. બિહાર પોલીસને પણ કેસની તપાસ કરવાનો અધિકાર હતો. સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહે કહ્યું કે આ સુશાંત સિંહ રાજપૂતના પરિવાર માટે મોટી જીત છે. હવે ન્યાય મળવાની આશા છે.

Continue Reading

એન્ટરટેઈનમેન્ટ

સુશાંત કેસ પર સુપ્રીમ કોર્ટ આપ્યો મોટો ચુકાદો, CBI તપાસને મળી મંજૂરી

Published

on

સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં આજે સુપ્રીમ કોર્ટે પોતાનો મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાના આદેશ આપ્યા છે. સુપ્રીમે આ સાથે જ કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈને સહયોગ કરે.

મહારાષ્ટ્ર સરકાર તમામ તપાસ સંબંધિત દસ્તાવેજોમાં મદદ કરે. કોર્ટે સીબીઆઈને કહ્યું છે કે તે ભવિષ્યમાં સુશાંત કેસ સંબંધિત કેસને પોતાના હાથમાં લે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં સર્વોચ્ચ અદાલત ચુકાદો આપ્યો છે.

જસ્ટિસ હૃષિકેશ રાયની પીઠે આ ચુકાદો આપ્યો છે. નોંધનીય છે કે રિયા વિરુદ્ધ બિહારમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેને મુંબઈ ટ્રાન્સફર કરવા માટે રિયા તરફથી સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી હતી

ગત મંગળવારે સર્વોચ્ચ અદાલતે સુનાવણી બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો જેમાં જસ્ટિસ હૃષિકેશ રાયની બેંચએ સુનાવણી કરી હતી. સિનિયર એડવોકેટ મનીંદર સિંહ બિહાર સરકાર તરફથી જ્યારે એએમ સિંઘવી મહારાષ્ટ્ર સરકાર જ્યારે શ્યામ દિવસ રિયા તરફથી કોર્ટમાં હાજર થયા હતા.


વિકાસ સિંહે સુશાંત સિંહના પરિવારનો પક્ષ કોર્ટ સામે મૂક્યો હતો. સુનાવણી બાદ આ કેસ મુંબઈ ટ્રાન્સફર કરવાની અરજી પર સર્વોચ્ચ અદાલતે ચુકાદો સુરક્ષિત કરી લીધો હતો. નોંધનીય છે કે આ સુનાવણીમાં રિયાના વકીલે કહ્યું હતું કે અભિનેત્રી સુશાંત સિંહથી પ્રેમ કરતી હતી અને તેમના મોત બાદથી જ તે આઘાતમાં છે.

 

રિયાના વકીલે કહ્યું કે પટનામાં જે FIR નોંધવામાં આવો છે તે મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી દેવી જોઈએ.રિયાના વકીલે કહ્યું કે પટનામાં ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે ઘટના તો ત્યાં થઇ જ નથી. 38 દિવસ થયા પછી FIR દાખલ કરવામાં આવી. જો આ મામલો પટનાથી મુંબઈ ટ્રાન્સફર નથી થયો તો રિયાને ન્યાય નહીં મળે.

Continue Reading


Advertisement

Trending

Copyright © 2018 - 2021 Gujju Media.