ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અત્યારની પેઢીને ભૂત પ્રેત વિશે જાણવામાં ખુબ જ મજ્જા આવતી હોય છે..અને આ વાતને અંધશ્રદ્ધા માની વાતને હસીને કાઢી નાખવામાં આવે છે..ભૂત પ્રેતને જોવા વાળા ઓછા પણ તેમની વાતો કરવા વાળા વધારે જોવા મળે છે.શું સાચે જ ભૂત પ્રેત જેવું કઈ હોય છે?કે પછી આ ખાલી વાતો જ છે, અને ભૂત પ્રેત જેવું કઈ હોય તો આખરે ભૂત કેવું હશે? ભૂતની વાત માત્રથી બીક કે ડર ભય જેવો માહોલ આપણામાં પેદા થાય છે તો જેમણે ભૂત જોયુ હશે સાક્ષાત તેના પર શું વીતી હશે ?તો ચાલો જાણીએ ગુજરાતના એવા ભૂતિયા સ્થળ વિશે  જ્યાં આજે પણ ભૂત પ્રેતે પોતાનો અડ્ડો બનાવી રાખ્યો છે..તો જાણીએ ગુજરાતના એવા રહસ્યમય સ્થળ વિશે….

ડુમ્મસ બીચ સુરત

સુરત શહેરથી આશરે 21 કિમીના દક્ષિણ- પશ્ચિમ ભાગમાં ડૂમસ બીચ સ્થિત છે. કોલેજના વિદ્યાર્થીઓ અને રોમાંચિત ઉત્સાહીઓ ત્યાં વારંવાર ફરવા આવતા હોય છે આ બીચ પર એક પ્રાચીન હિંદુ અગ્નિદાહનું સ્થળ હતું, જેથી આ સ્થાન પર ભૂતોનો વસવાટ છે. તેઓનું માનવું છે કે રેતીનો કાળો રંગ રેતીના મિશ્રણના કારણે રાખ બની જાય છે. લોકોનું એવું પણ માનવુ છે કે આ ભૂત, જેમને કેટલીક અપૂર્ણ ઈચ્છાઓ છે જેના કારણે તેઓ આ બીચ પર રહે છે, અને જે લોકો આ બીચની મુલાકાત લે છે તેમને ત્રાસ આપે છે. અંધારું થઈ ગયા પછી આ બીચ પર લોકોને આવવાની મનાઈ ફરવામાં આવે છે કારણકે ઘણા લોકો આ સમયે ગાયબ થઈ જાય છે.

બગોદરા, અમદાવાદ-રાજકોટ હાઈવે

બગોદરા એ નેશનલ હાઈવે-8A પર આવેલું એક નાનું શહેર છે જે અમદાવાદ અને રાજકોટને જોડતો હાઈ વે છે.મોટાભાગની અહી ઘટે છે એવી દુર્ઘટના કે વાહનોના ડ્રાઈવર બગોદરા અને લીમડી વચ્ચેના પટ્ટા પર ચકિત થઈ જાય છે. પરંતુ સ્થાનિકો માને છે કે રસ્તાના આ પટ્ટા પર એક મહિલાના અશાંત ભૂત દ્વારા ત્રાસી આવે છે જે ડ્રાઇવરોનું ધ્યાનને વિચલિત કરે છે, અને તેમને અકસ્માતો તરફ દોરી જાય છે. ઘણા ડ્રાઈવરો દાવો કરે છે કે અહીં જોવામાં આવે તો એ સમયે ત્યાં કોઈ હોતું નથી અદ્રશ્ય થઈ જાય છે અને અહી અકસ્માતનું પ્રમાણ પણ ખુબ વધતું જાય છે..

ઉપરકોટ ફોર્ટ, જૂનાગઢ

જો તમે જુનાગઢ જાવ તો ઉપરકોટ ફોર્ટની મુલાકાત જરૂર લેવી જોઈએ…જે ઉપરકોટ ફોર્ટ આકર્ષણનું કેન્દ્ર બનેલો હોય એવું લાગી આવે છે…ઉપરકોટ ફોર્ટ કિલ્લામાં અડી કડીની વાવ,બાબા પ્યારાની ગુફા,નવઘણ કુવો,જામા મસ્જીદ આવેલી છે.આ મસ્જીદ ના આજુ બાજુના વિસ્તારને ભૂતિયા વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે.અને એવું માનવામાં આવી રહ્યું છે કે આ મસ્જીદ પ્રાચીન હિંદુ મંદીરની જગ્યાએ બનાવવામાં આવી હોય એવું જાણવામાં આવી રહ્યું છે.ઉપરાંત ઘણા મુલાકાતીઓ અહી સુર્યાસ્ત પછી મુલાકાત નથી લેતા કેમ કે એ જગ્યા રહસ્યમય હોય એવું લાગી રહ્યું છે.

અવધ પેલેસ, રાજકોટ

આ પેલેસ રાજકોટમાં આવેલો છે અને અહી ડગલે ને પગલે ભયાનક ડરનો હેસાસ થાય છે એવું માનવામાં આવી રહ્યું છે.ઉપરાંત આ અવધ પેલેસ એ એન.આર.સી.ના માલિકીનો છે.જાણવા મળ્યું કે આ પેલેસમાં એક સમયે એક છોકરી પર સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને તેને જીવતી સળગાવી દેવામાં આવી હતી.અને ત્યારથી જ આ છોકરી અહી બિલ્ડીંગમાં ત્રાસ આપે છે અને અહી સાંજના સમયે કોઈ એકલું જવાનું હિમ્મત કરતું નથી ..આ વિશાળ મેન્શન ઘણું રહસ્યમય અને ભયાનક લાગી રહ્યું છે…

સિગ્નેચર ફાર્મ, અમદાવાદ

આ એક ભૂતિયા સ્થળ તરીકે ઓળખવામાં આવે છે આ ફાર્મ અમદાવાદ નજીક આવેલો છે અહી પળે પળે ડર જેવો માહોલ પેદા થાય છે.અને એકદમ ડરામણા સ્થળ હોય એવું લાગી રહ્યું છે આ ફાર્મ..અહી ઘણી બધી મૂર્તિઓ જોવા મળે છે આ મૂર્તિઓમાં ઘણી બધી મૂર્તિ તૂટી ગયેલી અને કપાઈ ગયેલી છે.ઉપરાંત અહી ભગવાન બુદ્ધ અને ઘોડાની મૂર્તિઓ પણ જોવા મળે છે.અને અહી સાહસિક કહી શકાય તેવી આત્માઓ ભટકે છે અને એવું જાણવા મળી રહ્યું છે કે સામુહિક હત્યાકાંડ કરવામાં આવેલું છે આથી આમાં હત્યા પામેલા ગ્રામવાસીની આત્માઓ આજુબાજુના વિસ્તારમાં ભટકે છે અને આ ફાર્મમાં રહેલી મૂર્તિઓ જેમાં ઘણા વ્યક્તિઓને મહેસુસ થાય છે કે અહીની મૂર્તિઓ ચાલીને પોતાની તરફ આવે છે.એવો અહેસાસ થયા કરે છે.સાંજના સમયે આ જગ્યા ઘણી ડરામણી અને ખુબ રહસ્યમ હોય એવું લાગે છે અને કોઈક આત્મા અહી છે એવો ભાસ થાય છે ..

સિંધ્ર્રોટ, વડોદરા

વડોદરા જીલ્લાનું એક એવું ગામ જેની સુંદરતા અને શાંતિની સાથે ઘણા રહસ્યો હોઈ તેવું લાગી રહ્યું છે.અહી આ ગામની બાજુમાં એક ડેમ આવેલો છે આ ડેમની આજુબાજુમાં કોઈ પ્રેત આત્મા હોવાનું જાણવા મળી રહ્યું છે.અહી એક છોકરી ભારતીય પરમ્પરા આધારે ડ્રેસ એટલે કે સલવાર દુપટ્ટો અને કમીઝ પહેરેલી છોકરી અડધું મોઢું દેખાય એવી રીતે રખડે છે તેની આત્મા અને અહીંથી પસાર થતા વ્યક્તિઓને તે પાછું જવાનું કહે છે..અહી ગામમાં ન આવવા માટે કહે છે વ્યક્તિ પાછળ જોવે તો ત્યાં કોઈ નથી હોતું અહી ગામમાં કોઈ છોકરી સાથે પ્રવેશ ન કરવો એવું સાંભળવા મળ્યું છે’અને આ સિંધરોટ ગામમાં છોકરીનું ભૂત ભટકતું હોય તેવું જાણવા મળ્યું છે..

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *