તમે ઘણીવાર સોશિયલ મીડિયા પર અનેક વિડીયો જોયા હશે જેમાં સ્ત્રીઓની ખૂબ મજાક કરવામાં આવતી કે મહિલાઓને કોઈ જાહેરમાં કે પછી ખાનગીમાં પણ કોઈ આંટી કે બહેનજી કહે એ પસંદ આવતું નથી. અને ઘણીવાર આ વાત સાચી પણ હોય છે. 45થી વધારેની ઉમરવાળા કાકા કે જેઓ બટેકા વેચે છે તેઓ 35 વર્ષની કે તેથી નાની ઉમરની મહિલાઓને પણ માસી કહી દેતા હોય છે.
હવે તમે વિચારો કોઈપણને પછી ગુસ્સો તો આવે જ ને? તમને જણાવી દઉં કે ફક્ત મહિલાઓને જ આનાથી તકલીફ થાય છે એવું નથી. પુરુષોને પણ તેમને જ્યારે કાકા, અંકલ કે પછી ભૈયા એવું કહીને બોલાવવામાં આવે છે ત્યારે પણ ખૂબ તકલીફ થાય છે. પણ આ વાતને લઈને જેટલો મજાક સ્ત્રીઓનો થાય છે એટલો લાભ પુરુષોને થતો નથી.
આપણે જ્યારે પણ એક જ શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય છે તો આપણે રિક્ષા કે ટેક્સીનો સહારો લેતા હોઈએ છે. આ રિક્ષા કે ટેક્સી ચાલકને આપણે તેમની ઉમર પ્રમાણે ભાઈ, કાકા કે અંકલ કહેતા હોઈએ છે. પણ જેમ મહિલાઓને પણ તેમને કોઈ માસી કે બહેનજી કહીને બોલાવે તે પસંદ નથી એવી જ રીતે અમુક પુરુષોને પણ તે પસંદ નથી હોતું.
હવે આ જ વાતને હકીકત સાબિત કરતો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે. આ ફોટો ટ્વિટર પર સોહિની મિત્તલ નામની એક મહિલાના એકાઉન્ટ હેન્ડલથી પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટ સાથે ફોટોમાં એક ટેક્સી ડ્રાઈવર તરફથી લખવામાં આવેલ એક ચેતવણી ખૂબ શેર થઈ રહી હતી. આ ફોટોમાં જોઈ શકાય છે કે તેમાં લખ્યું છે કે મને ભૈયા કે અંકલ ના કહેશો. ડ્રાઈવરની આ હરકત હવે ઈન્ટરનેટ પર ખૂબ વાઇરલ થઈ રહી છે.
ટેક્સી ડ્રાઈવરએ આ વોર્નિંગ મેસેજને જોઈને યુઝર્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે અમુક યુઝર્સ આ વાતને લઈને ખૂબ ગૂંચવણમાં છે. આખરે કેમ આ વ્યક્તિને ભાઈ કે અંકલ કહેવું સારું નથી લાગી રહ્યું. એવામાં આ ટેક્સી સર્વિસ ઉબરએ પોતાના એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. સાથે તેમણે લખ્યું હતું કે તમને જો શંકા હોય તો તમે એપમાં ડ્રાઈવરનું નામ જોઈને તેને બોલાવી શકો છો. ઘણા યુઝર્સનું અકહેવું છે કે તેમને ભૈયા કે અંકલ કહેવામાં આવે તો તેમને પસંદ નથી હોતું. તો ડ્રાઈવરને ડ્રાઈવર જ કહેવામાં આવે કેમ કે એ જ તેમનું પ્રોફેશન છે.