મંગળવારે શેરબજાર પોઝેટિવ ખુલ્યું, સારા વૈશ્વિક સંકેતોને કારણે મુખ્ય ઈન્ડેક્સ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. BSE સેન્સેક્સ 64300 અને નિફ્ટી 19200 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. તેજી બજારના કારણે રિયલ્ટી, પીએસયુ બેન્કિંગ અને મેટલ સેક્ટરમાં મહત્તમ ખરીદી જોવા મળી રહી છે. હિન્દાલ્કોનો શેર નિફ્ટીમાં ટોપ ગેઇનર છે. જ્યારે પરિણામો બાદ UPLના શેરમાં ઘટાડો થયો છે. આ પહેલા ભારતીય શેરબજારમાં સોમવારે સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. BSE સેન્સેક્સ 329 પોઈન્ટના ઉછાળા સાથે 64,112 પર બંધ રહ્યો હતો.
Advertisement
What's Hot
Related Posts
Add A Comment