આ અગ્રેસીવ ડોગ્સ કરી શકે છે તેના માલિકો પર હુમલો.. જાણો વિશ્વની સૌથી ખતરનાક ડોગ બ્રીડ વિશે..

સૌથી અદભૂત અને વફાદાર પાળતુ પ્રાણી હોવા છતા ડોગ્સ ક્યારેક ખુબ જ ખતરનાક બની શકે છે. ક્યારેક કેટલાક ખુબ જ અગ્રેસીવ ડોગ્સ તેના માલિકો પર પણ હુમલો કરી શકે છે. જો કે, કેટલીક કૂતરાની જાતિઓ એવી છે જે અન્ય કરતા ખુબ જ ખતરનાક છે.. તો ચાલો જાણીએ વિશ્વની સૌથી ખતરનાક 10 ડોગ્સની બ્રીડ વિશે..

1.અમેરિકન પિટ બુલ ટેરિયર (Americam Pit Bull Terrier)

લોકો પર હુમલો કરવા માટે હેડલાઇન્સ બનાવવા માટે જાણીતા, અમેરિકન પીટ બુલ ટેરિયરનો ફાઈટિંગ ડોગ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.. અમેરિકન પીટ બુલ ટેરિયર અન્ય જાતિઓની તુલનામાં મહત્તમ લોકો પર હુમલો કરવા માટે જાણીતું છે… આ ડોગ્સની સૌથી અગ્રેસીવ બ્રીડમાનું એક છે.. જો આ ડોગની જરાક પણ છેડતી કરવામાં આવે તો આ ડોગ ખુબ જ અગ્રેસીવ બની શકે છે.. આ બ્રીડ આખલો અને રીંછના શિકાર કરવા માટે પણ જાણીતું છે..

2.જર્મન શેફર્ડ (German Shepherd)

જર્મન શેફર્ડ બ્રીડનો ઉપયોગ સામાન્ય રીતે પોલીસ અને મિલીટ્રીમાં કરવામાં આવે છે.. આ બ્રીડ ખુબ જ હોશિયાર અને લોયલ હોય છે..જર્મન શેફર્ડની વિકસિત બુદ્ધિ, નિરીક્ષણ શક્તિ અને શક્તિને કારણે તેની પ્રશંસા કરવામાં આવે છે. જર્મન શેફર્ડ ગુનેગારોની શોધ કરવામાં, દવાઓ સાથેના પેકેજો શોધવા, આતંકવાદી હુમલાઓને રોકવામાં મદદ કરે છે. સરખી ટ્રેનીંગ ના હોય તો આ બ્રીડ ખુબ જ ખતરનાક બની શકે છે.. જર્મન શેફર્ડ પોતાની ફેમીલી માટે ખુબ જ લોયલ હોય છે અને તે અજાણ્યા લોકો માટે તેટલું જ ખતરનાક બની શકે છે..

3. રોટવીલર( Rottweiler )

રોટવીલરનું વજન 60 કિલો સુધી હોઇ શકે છે, તેથી તેઓ કોઈપણ વિરોધીથી ડરતા નથી. રોટવીલર બ્રીડ સામાન્ય રીતે જર્મનીની બ્રીડ છે.. તેનું મુખ્ય કાર્ય રક્ષણ કરવું છે.. રોટવીલરનો ઉપયોગ ઘણીવાર રક્ષક કૂતરા તરીકે થાય છે. આ બ્રીડ ખુબ જ લોયલ હોય છે..  રોટવીલર  તેના માલિક માટે ખુબ જ ઈમાનદાર હોય છે પરંતુ અજણ્યા લોકો માટે તે ખુબ જ હાનીકારક હોય છે..  ઘણા સીટીમાં આ બ્રીડ પર બેન લગાવવામાં આવ્યો છે..

4.સાઈબેરીયન હસ્કી

સાઈબેરીયન હસ્કી જયારે યંગ હોય છે ત્યારે ખુબ જ ખતરનાક અને ગુસ્સાવાળા હોય છે.. સાઇબેરીયન હસ્કી એક આકર્ષક, એથલેટિક કૂતરો છે જે ઉચ્ચ સહનશક્તિ અને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે.. શરૂઆતમાં, હસ્કીનો ઉપયોગ સાઇબેરીયાના સ્થાયી લોકોમાં સવારી અને શિકારના કૂતરા તરીકે થતો હતો.. આ બ્રીડ વુલ્ફ બ્રીડ હોવાથી તે ખુબ અગ્રેસીવ હોય છે.. વુલ્ફની જેમ આ બ્રીડ ભસતું નથી પરંતુ હાઉલ કરે છે.. આ બ્રીડ વિશ્વની સૌથી મોંઘી બ્રીડમાની એક છે..

5.વુલ્ફ હાઇબ્રીડ ( Wolf Hybrid)

વુલ્ફ હાઇબ્રીડ એક ડોગ અને વુલ્ફની હાઇબ્રીડ હોવાથી ખુબ અગ્રેસીવ નેચર ધરાવે છે.. વુલ્ફ એક જંગલી પ્રાણી હોવાથી તેને પાલતું પ્રાણી તરીકે રાખી શકાતું નથી.. અને વુલ્ફ હાઇબ્રીડમાં પણ વુલ્ફનો અગ્રેસીવ નેચર હોવાથી વુલ્ફ હાઇબ્રીડ ખુબ અગ્રેસીવ હોય છે.. પરંતુ આ બ્રીડને સરખી ટ્રેનીંગ આપવાથી તે ખુબ લોયલ અને ફ્રેન્ડલી રહી શકે છે .. અને ઘણા લોકો આ બ્રીડ પાળે  છે..

6. ફિલા બ્રાસિલિરો (Fila Brasileiro)

ફિલા બ્રાસિલિરો બ્રાઝિલિયન મસ્તીફ તરીકે પણ ઓળખાય છે..આ બ્રીડ તેના અગ્રેસીવ નેચર માટે જાણીતી છે.આ બ્રીડના અગ્રેસીવ નેચરના કારણે તેને ઘણા સિટીમાં રાખવાથી બેન કરવામાં આવી છે..કારણકે આ બ્રીડ લોકોને નુકશાન પહોચાડી શકે છે.. સામાન્ય રીતે જાણીતા લોકો માટે આ બ્રીડ તેટલી અગ્રેસીવ નથી ખુબ જ ફ્રેન્ડલી છે.. ફિલા બ્રાસિલિરોને એકલા રહેવું નથી પસંદ અને લાંબા સમય સુધી જો તે એકલુ રહે તો વધારે અગ્રેસીવ થઈ શકે છે.. પરંતુ ફિલા બ્રાસિલિરોને ટ્રેનીંગ આપવાથી તે ખુબ જ લોયલ અને ફ્રેન્ડલી બ્રીડ છે..

7. તોસા ઈનુ ( Tosa Inu )

કૂતરાઓની આ જાતિ જાપાનમાં ઉછેરવામાં આવી હતી અને તેને જાપાની માસ્તિફ પણ ઓળખવામાં આવે છે.. આ જાપાની કૂતરાનું સરેરાશ વજન 135 પાઉન્ડ હોય છે.. આ બ્રીડ તેના અગ્રેસીવ નેચરના કારણે જાણીતી છે.. તોસા ઈનુ એક ફાઈટર ડોગ છે.. તેના અગ્રેસીવ નેચરના કારણે આ ડોગને ઘણા સિટીમાં બેન કરવામાં આવ્યું છે.. કારણકે આ બ્રીડ લોકો પર હુમલો કરી ખુબ નુકશાન પહોચાડી શકે છે..તેનાથી વિપરીત જાપાનમાં, તોસા ઇનુ બાળકો પ્રત્યેના નમ્ર અને મૈત્રીપૂર્ણ વલણ માટે જાણીતું છે.

8.ગ્રેટ ડેન (Great Dane)

ગ્રેટ ડેન વિશ્વની સૌથી ઊંચી ડોગ બ્રીડ છે.. અને બાળકો તેના મોટા કદના કારણે ડરી જાય છે.. પરતું તેના કદ સિવાય આ બ્રીડ ખુબ જ ફ્રેન્ડલી હોય છે.. ગ્રેટ ડેન્સ જાણીતા લોકો જોડે રહેવાનું પસંદ કરે છે અને ગ્રેટ ડેનની ઘણી કાળજી લેવી પડે છે. નવી જગ્યાઓ પર અને અજાણ્યા લોકો વચ્ચે તે થોડું અગ્રેસીવ થઈ જાય છે અને ક્યારેક મુશ્કેલી ઉભી કરી શકે છે.

9.પ્રેસા કેનારીયો (Presa Canario)

ડોગ્સની આ બ્રીડ આફ્રિકાની છે અને આ ડોગનું વજન સામાન્ય રીતે 100-૧૨૫ કિ. હોય છે.. આ ડોગનો હુમલો મનુષ્યને ખુબ વધારે નુકશાન પહોચાડી શકે છે.. ડોગ્સની આ બ્રીડ તેના નેગેટીવ એટીટ્યુડ અને તેની તાકાત માટે જાણીતી છે.. આ ડોગ્સનો ઉપયોગ વોરમાં પણ થતો હતો.. પરંતુ આ ડોગ્સને ટ્રેઈન કરવાથી તેના અગ્રેસીવ નેચરને શાંત કરી શકાય છે..

10.ચાઉ ચાઉ(Chow Chow )

ચાઉ ચાઉ બ્રીડના ડોગ્સ તેમના માસુમ ચેહરાથી વિપરીત ખુબ જ ખતરનાક ડોગ બ્રીડ છે..આ બ્રીડ તેના ખુબ જ ગુસ્સાવાળા નેચરના કારણે જાણીતું છે.. આ બ્રીડ તેના માલિક પર પણ હુમલો કરી શકે છે .. આ બ્રીડ વિશ્વની સૌથી મોંઘી ડોગ્સ બ્રીડમાની એક છે..  આ ડોગ બ્રીડને અજાણ્યા લોકો વચ્ચે ના મૂકી શકાય આ બ્રીડ તેના ફેમીલી માટે ખુબ પ્રોટેક્ટીવ હોય છે..

Join the discussion

Your email address will not be published. Required fields are marked *