Connect with us

Uncategorized

12 May આજનું રાશી ભવિષ્ય

Published

on

1. મેષ રાશી – અ,લ,ઈ (Aries):


તમારૂં ખરાબ વર્તન તમારી પત્નીનો મૂડ ખરાબ કરી મુકશે. તમારે એ સમજવું જોઈએ કે કોઈકનું અપમાન તથા કોઈકને હળવાશથી લેવાનો અભિગમ સંબંધને ખૂબ જ મુશ્કેલીમાં મુકી દે છે. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો-એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે. પ્રેમના આનંદની અનુભૂતિની શક્યતા છે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. તમને અને તમારા જીવનસાથીને આજે અદભુત સમાચાર મળવાની શક્યતા છે.

2. વૃષભ રાશી – બ,વ,ઉ (Taurus):


વિદેશ યાત્રા માટે ઉત્તમ યોગ આજના દિવસે વિદેશ યાત્રા માટે પ્રયત્ન કરાય. ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ના સાધનો વસાવા સુખમાં વધારો થાય. સુખમાં વધારો થાય જૂનું ઘર વિષયને નવું ઘર લેવાના યોગ સર્જાય છે. માતૃ મિલન થાય. આજના દિવસે સફેદ વસ્તુઓનું દાન આપવું જોઈએ. આજના દિવસે શુભ રત્ન ધારણ કરવાથી લાભ થાય.

3. મિથુન રાશી – ક,છ,ઘ (Gemini):


આજના દિવસે જીવનમાં કોઈ મોટો નિર્ણય લેવો નહીં. નાની મુસાફરીના યોગ છે મુસાફરી લાભકારી બને. અંગત જીવનમાં અર્થ વગરની ચર્ચાઓ થી દૂર રહેવું. જાહેરજીવનમાં આજે કોઈ સલાહ સૂચનો આપવા નહીં. આજના દિવસે લીલા કલરની વસ્તુથી દાન આપીને લાભ મેળવી શકાય. ઈષ્ટદેવના મંત્ર ચારથી ગજબનો પુણ્ય બંધ થાય.

4. કર્ક રાશી – ડ,હ (Cancer):


વાણીથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય. જળ મુસાફરી થાય. કુટુંબ કબીલા સાથે મુલાકાત થાય. આધ્યાત્મિક ગુરુ નો સત્સંગ થાય. ઉપરી વર્ગના અધિકારીને મળવાથી આજે પરિણામ સારું આવે. આજે કોઈ ગરીબ માણસ ને અને અબોલ જીવો ને પાણી પીવડાવવાથી ખૂબ જ લાભ થાય. આજના દિવસે નદીનું સ્નાન પણ ખૂબ જ લાભકારી છે.

5. સિંહ રાશી – મ,ટ (Lio):


આજે ધારી હોય તેમાં ગજબની સફળતા મળે. નક્કી કરેલા કાર્યો માં આજે સફળતા સારી પ્રાપ્ત થાય નોકરીમાં આજે પ્રમોશન મળવાના યોગ છે. જંગલના રાજા જેવું સુખ પ્રાપ્ત થાય. આજના દિવસે ગરીબ બ્રાહ્મણને જમાડવાથી ખૂબ જ લાભ થાય.

6. કન્યા રાશી – પ,ઠ,ણ (Virgo):


ટૂંકી મુસાફરી થી ખુબ લાભ થાય. કારણ વગરની કોઈ ચર્ચા માં પડવું નહીં. આજે કોઈ મોટા નિર્ણય લેવા નહીં. કોઈ કાગળ ઉપર આજે સાઈન કરવી નહીં. કોઈપણ સમાચાર ને પચાવવા માટેની શક્તિ ધારણ કરવી. આજના દિવસે સફેદ અને લીલી વસ્તુનું મિશ્રણ દાન આપવું.

7. તુલા રાશી – ર,ત (Libra):


જીવનસાથી થી આજે ખૂબ જ લાભ થાય. આજે જીવનસાથી દ્વારા ખૂબ સારા સમાચાર મળે. મોસાળ પક્ષે ખુબ લાભ થાય. આજે સર્જનની કોઈપણ લાઇનથી ખૂબ જ લાભ થાય. આજના દિવસે મીઠાઈનું દાન કરવાથી ખૂબ લાભ થાય.

8. વૃશ્ચિક રાશી – ન,ય(Scorpio):


આજે નોકરીમાં પ્રમોશન થાય ઉપરી અધિકારીઓની કૃપા વર્તાય. જીવનમાં ખૂબ સારા મોટા નિર્ણય લેવાય પણ અગ્નિતત્વ થી દૂર રહેવું. બીજા કોઈના વાહન પર ગમન કરવો નહીં. આજના દિવસે ગરીબોને લાડુ આપવાથી ખૂબ જ લાભ થાય.

9.ધન રાશી – ભ, ધ, ફ, ઢ (Sagittarius):


આજે મગજ પર બરફ રાખવો કોઈને સલાહ આપવી નહીં દરેકની વાત શાંતિથી સાંભળી લેવી. મૌનનો સેવન કરવું. આધ્યાત્મિક કાર્યમાં આજે ખૂબ સારી સફળતા મળે. આજના દિવસે ગુરુ પાદુકાનું પૂજન કરવાથી ખૂબ જ લાભ થાય.

10. મકર રાશી – જ, ખ (Capricorn):


મોક્ષ સાધના કરવાનો આજે ઉત્તમ દિવસ છે. નાની પણ સાધના આજના દિવસે સિદ્ધિના શિખરે પહોંચાડી શકે છે. આજના દિવસે મૌનની સાધના કરવાથી ખૂબ જ લાભ. આજે કોઈ જમીન-મકાનના સોદા કરવા નહીં. આજના દિવસે પાણીના જીવોને અન્નદાન કરવું ખૂબ લાભકારી છે.

11. કુંભ રાશી – ગ,શ,સ(Aquarius):


અચાનક ઉત્તમ ધન પ્રાપ્તિના યોગ સર્જાય છે. લક્ષ્મી સદમાર્ગે વાપરવાથી આજે ડબલ લાભ થાય. આજે લીધેલો કોઈપણ નિર્ણય ખૂબ જ સુખાકારી વાળો નીવડે. જુના સિક્કા આજના દિવસે તિજોરીમાં મૂકવાથી ખૂબ લાભ થાય.

12. મીન રાશી – દ,ચ,જ,થ(Pisces):


હૃદયમાં પાસ રહે. કોઈ કાર્ય કરવામાં ઉતાવળ કરવી નહીં. નિર્ણય લેતા પહેલા બેથી ત્રણ જણ ને પૂછી લેવું. આજના દિવસે રાજકારણીઓને મળવાથી ખૂબ લાભ થાય. આજના દિવસે પીળી વસ્તુઓનું દાન આપવાથી ખૂબ જ લાભ થાય.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

Uncategorized

આ ખેલાડી બન્યો દુનિયાનો નંબર વન વનડે ફાસ્ટ બોલર

Published

on

The player became the world's number one ODI fast bowler

આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં બોલરોના લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી દીધા છે. જેમાં લેટેસ્ટ અપડેટમાં ભારતનો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ નંબર વન પર પહોંચી ગયો છે. બુમરાહ વન ડેમાં વિશ્વનો નંબર વન બોલર બની ગયો છે. આ સાથે ઓવલ ખાતે રમાયેલી પ્રથમ વન-ડેમાં બુમરાહે 19 રનમાં છ વિકેટ ઝડપી હતી અને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના કારણે તે આઇસીસી વન ડે બોલિંગ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગયો હતો.

The player became the world's number one ODI fast bowler

બુમરાહે ફેબ્રુઆરી 2020 માં ન્યુઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટ સામે ટોચનું સ્થાન ગુમાવ્યું હતું.આ સાથે તે છેલ્લા બે વર્ષમાં 730 દિવસ સુધી નંબર 1 પર રહ્યો હતો, જે અન્ય કોઈ પણ ભારતીય કરતા વધારે હતો અને ઇતિહાસમાં નવમા ખેલાડી તરીકે તે સૌથી વધુ વખત ટોચના સ્થાને રહ્યો હતો.પ્રથમ ટી-20માં નંબર-1 રહેલો બુમરાહ હાલમાં ટેસ્ટ રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે, કપિલ દેવ બાદ વન-ડે રેન્કિંગમાં નંબર-1 બનનારો તે બીજો ભારતીય ફાસ્ટ બોલર છે. મનિન્દર સિંઘ, અનિલ કુમ્બલે અને રવિન્દ્ર જાડેજા ટોચના રેન્કિંગ હાંસલ કરનારા અન્ય ભારતીય બોલરો છે.

Continue Reading

Uncategorized

ચોમાસાની ઋતુમાં રાખો વાળની સંભાળ, જાણો વાળને સ્વસ્થ રાખવાની ટિપ્સ

Published

on

ચોમાસાની ઋતુમાં ત્વચા વાળ બંને પર ઘણી અસર થાય છે. તડકાથી ત્વચા લાલ થઈ જાય છે તો ચોમાસામાં વાળ ઓઈલી થઈ જાય છે. આવી સ્થિતિમાં બંનેની વિશેષ કાળજી રાખવાની જરૂર હોય છે. હાલમાં અમે કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ જે તમને તમારા વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.

તમે ગમે એટલી તમારા વાળની ​​સંભાળ રાખો, પરંતુ જો તમે પૂરતું પાણી નથી પીતા તો તમને કોઈ ફાયદો નથી થવાનો. ઠંડા પીણાં પસંદ કરો જે તમને તમારા વાળને સ્વસ્થ અને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરશે. તમારા આહારમાં બને ત્યાં સુધી તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો.

તમારા વાળને બને એટલું ઓછું બ્લો-ડ્રાય કરવાનો પ્રયાસ કરો. વાળને ડ્રાયરથી સુકવવાના બદલે ખૂલી હવામાં સૂકવો. વધુ સમય સુધી ટોવેલ બાંધીને ન રાખશો. કારણ કે તે પહેલાથી જ સુકા વાળને વધુ નુકસાન પહોંચાડશે.

ઘણીવાર છોકરીઓ ગરમીથી પરેશાન થઈને પોતાના વાળને કસીને બાંધી લે છે પરંતુ તમારે આવું ન કરવું જોઈએ, તેનાથી વાળને નુકસાન થઈ શકે છે. સૂર્યના તેજ કિરણો, વધુ પરસેવો, વારંવાર વાળ ધોવા અને ટાઈટ હેર આ તમામને પગલે તમારા વાળ નબળા પડી જતા હોય છે.


ચોમાસાની મોસમમાં ભેજને લીધે વાળ સૌથી વધુ ડેમેજ થતા હોય છે. તમારા માથાને ઢાંકવા માટે સ્કાર્ફ અથવા ટોપીનો ઉપયોગ કરો. તે તમને વધારાની યુવી પ્રોટેક્શન આપે છે, તેમજ માથાની ચામડીમાં ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે. પવનથી થતા નુકસાનને ઘટાડવા માટે ટોપીનો ઉપયોગ કરો, ખાસ કરીને જો તમારા વાળ વધુ ગુંચવાતા હોય તો ધ્યાન રાખો.

Continue Reading

Uncategorized

એશા ગુપ્તાએ પહેરેલ આ સ્ટાઇલિશ ડ્રેસની કિમત જાણી વળી જશે પરસેવો

Published

on

એશા ગુપ્તા પોતાના બોલ્ડ લુકથી ફેન્સને દિવાના બનાવે છે. પછી ભલે તે ગમે તે પ્રકારનું ફોટોશૂટ કરાવે, ઈશા ડીપ નેકલાઈન, બોડીકોન ડ્રેસ અને બિકીની લુકમાં પ્રભાવિત જોવા મળે છે. હાલમાં જ ઈશાનું એક નવું ફોટોશૂટ સામે આવ્યું છે. જેમાં તે સફેદ ડ્રેસમાં તૈયાર છે. આ સિમ્પલ દેખાતા બોડીકોન ડ્રેસની કિંમત સાંભળીને કોઈપણને આશ્ચર્ય થશે.

ખરેખર, એશા ગુપ્તાએ સફેદ રંગનો બોડી ફિટિંગ ડ્રેસ પહેરીને પોઝ આપ્યો છે. જેની હોલ્ટર નેક અને સ્લીવલેસ ડિઝાઇન સ્ટાઇલિશ લાગી રહી છે. તે જ સમયે, ઈશાનું કર્વી ફિગર પણ બોડી ફિટિંગ ડ્રેસમાં ફ્લોન્ટ થઈ રહ્યું છે. તે જ સમયે, આ ડ્રેસની બેકલેસ ડિઝાઇન પણ ખૂબ જ ખાસ છે. કારણ કે આ ગોલ્ડન ચેઈનનું ડિટેઈલીંગ કરવામાં આવ્યું છે. તે જ સમયે, આ ડ્રેસની લાંબી લંબાઈ તેને સંપૂર્ણ મેક્સી ડ્રેસ બનાવી રહી છે.

એશાએ આ સફેદ મેક્સી ડ્રેસને ન્યુટ્રલ ટોન મેકઅપ સાથે પૂરક બનાવ્યો હતો. સારી રીતે વ્યાખ્યાયિત ભમર સાથે સ્મોકી બ્રાઉન આંખો સહિત. તે જ સમયે, ઈશાએ ડાર્ક બ્રાઉન કલરની લિપસ્ટિક સાથે ભીના વાળનો લુક આપ્યો છે. જેની સાથે કાનમાં ગોલ્ડન ચેનવાળી બુટ્ટી ખૂબ જ સિઝલિંગ લુક આપી રહી છે. ઈશાનો સેક્સી ડ્રેસ ફ્રેન્ચ લેબલ એલિસાબેટાના કલેક્શનમાંથી લેવામાં આવ્યો છે. જેની કિંમત પણ આશ્ચર્યચકિત કરી શકે છે.

એલિસાબેટ્ટાની અધિકૃત વેબસાઇટ પર ગોલ્ડન ચેઇન ડિટેલિંગ સાથેના ડ્રેસની કિંમત લગભગ US$1202 છે. જેની ભારતીય રૂપિયામાં કિંમત લગભગ 94,838 રૂપિયા છે. જે કોઈ પણ તેને સાંભળે છે તે તેમના મગજમાં ડૂબી શકે છે. પરંતુ આ દેખાવની નકલ કરવી દરેક માટે નથી. પરંતુ જો તમે ઇચ્છો તો, તમે ઑનલાઇન અથવા સ્થાનિક બજારમાંથી આ પ્રકારનો ડ્રેસ ખરીદીને દેખાવને ફરીથી બનાવી શકો છો.
જોકે, અમે તમને જણાવી દઈએ કે ઈશાના મોટાભાગના લુક હોટ અને સિઝલિંગ છે. લેટેસ્ટ તસવીરોમાં ઈશા બ્રંચ કરતી જોવા મળી રહી છે. જેના માટે તેણે પોતાના માટે નાનકડું પિંક ટોપ પસંદ કર્યું છે. જેમાં ફુલ સ્લીવ તેમજ ફ્રન્ટ ઓપન ડિઝાઇન છે. હોટ લુક આપવા માટે, ઈશાએ માત્ર એક બટન અપ કરીને બાકીનું ઓપન રાખ્યું છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending