18 વર્ષ પહેલા આજના દિવસે ભારતના ‘લોકતંત્રનું મંદિર’ લોહીથી ખરડાયું

2001ની 13 ડિસેમ્બરનો દિવસ ભારતના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાઈ ગયો છે. આ દિવસે ભારતના લોકતંત્રના પ્રતીક સમી સંસદ પર મોટો આતંકી હુમલો થયો હતો..

18 વર્ષ પહેલા જ્યારે સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું, ત્યારે વિપક્ષોમાં ભારે હોબાળો થયો હતો. જેના કારણે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સભામાં સત્ર ચાલી રહ્યું હોય ત્યારે આવું વારંવાર થતું હોય છે, પરંતુ તે દિવસે ત્યાં હાજર તમામ નેતાઓ, સ્ટાફ અને રક્ષકો કોને ખબર હતી કે સંસદ પરના આતંકી હુમલા માટે આજે યાદ કરવામાં આવશે….આ હુમલો આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવ્યો હતો.  આ આતંકી હુમલામાં કુલ નવ લોકોના મોત નિપજ્યા હતા…

આ હુમલાનો માસ્ટર માઈન્ડ અફઝલ ગુરુ હતો. આ હુમલામાં 5 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા. આ હુમલામાં સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં પાંચ આતંકીઓ ઠાર મારવામાં આવ્યા હતા. હુમલા પછી 15 ડિસેમ્બર 2001ના રોજ દિલ્હી પોલીસે જમ્મુ-કાશ્મીરથી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સભ્ય અફઝલ ગુરુની ધરપકડ કરી હતી.

અફઝલ ગુરુ ઉપરાંત દિલ્હીની ઝાકીર હુસૈન કોલેજના એસએઆર ગિલાની, અફસાન ગુરુ અને તેમના પતિ શૌકત હુસૈન ગુરુને પકડવામા આવ્યા હતા. સુનાવણી દરમિયાન અફઝલ, શૌકત હસન અને ગિલાનીને મોત સજા સંભળાવવામાં આવી જ્યારે અફસાન ગુરુને છોડી મુકવામાં આવી. જો કે 2003માં ગિલાની દિલ્હી હાઈકોર્ટમાંથી છૂટી ગયો. આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો ત્યારે શૌકત હસનની મોતની સજા ઘટીને 10 વર્ષ કેદમાં પરિવર્તીત થઈ હતી. જ્યારે અફઝલ ગુરુને 9 ફેબ્રુઆરી, 2013નાં રોજ ફાંસી આપવામાં આવી હતી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *