અમેરિકામાં 5 વર્ષનો ટેણીયો ખીસાંમાં 3 ડોલર લઇને 15 કરોડ રૂપિયાની લેમ્બોર્ગિની કાર ખરીદવા ગયો

યુટા. અમેરિકામાં 5 વર્ષનો એક છોકરાને યુટા હાઈવે પરથી પોલીસે પકડ્યો છે. આ હીરો તેના પેરેન્ટ્સની SUV કાર લઈને ઘરેથી નીકળી પડ્યો હતો. તે પોતાના પોકેટમાં 3 ડોલર એટલે કે 227 રૂપિયા હતા અને તે 15 કરોડ રૂપિયાથી શરુ થતી લેમ્બોર્ગિની કાર ખરીદવા માટે ઘરેથી નીકળ્યો હતો. પોલીસ 5 વર્ષના છોકરાને હાઈવે પર સનસનાટ કાર ચલાવતા જોઈને પણ આશ્ચર્યચકિત થઇ ગઈ હતી.

યુટા હાઈવે પેટ્રોલ પોલીસે આ ટેણીયાની સ્ટોરી સોશિયલ મીડિયા પર શેર કરી છે. પોલીસ અને આ બાળકની વાતચીતનો વીડિયો પણ વાઈરલ થયો છે. પોલીસ અધિકારી રિક મોર્ગને આ બાળકને પૂછ્યું હતું કે, તું કેટલા વર્ષનો છે? તારી ઉંમર 5 વર્ષની છે તો તને કાર ચલાવતા કોણે શીખવાડી?

રિકે જણાવ્યું કે, તે ડ્રાઈવિંગ સીટ પર બેઠો હતો, તેના પગ પણ બ્રેક સુધી પહોચતા નહોતા. આ બાળકને લેમ્બોર્ગિની કાર લેવી હતી પણ તેની માતાએ ના પાડી દીધી હતી. તેની પાસે 3 ડોલર હતા જેને પોકેટમાં નાખીને તે લેમ્બોર્ગિની કાર ખરીદવા કેલિફોર્નિયા તરફ જઈ રહ્યો હતો. આટલા નાનકડાં બાળકને કાર ચલાવવા આપવા બદલ અમે તેના માતા-પિતા વિરુદ્ધ કાર્યવાહી કરીશું.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *