દયા ભાભી બાદ હવે આ એક્ટ્રેસે પણ છોડ્યો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૉ

છેલ્લા ઘણા દિવસોથી ટેલીવિઝનની પૉપ્યુલર સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. શૉમાં દયાબેનનું પાત્ર નિભાવી રહેલી દિશા વાકાણી પહેલા જ શૉને અલવિદા કહી ચુકી છે. હવે સમાચાર છે કે આ સીરિયલની એક જાણીતી અભિનેત્રીએ પણ શૉ છોડી દીધો છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ભીડે માસ્ટરની દીકરી સોનૂનું પાત્ર નિભાવનારી નિધિ ભાનુશાળી આ શૉમાંથી બહાર થઇ ગઇ છે.

ભણવા પર ધ્યાન આપવા માગે છે નિધિ:

એક રીપોર્ટ પ્રમાણે નિધિ પોતાના અભ્યાસને કારણે શૉ છોડી રહી છે. નિધિ હાલ મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે અને ભણવામાં હોંશિયાર છે. નિધિ ભણતર પર ધ્યાન આપવા માગે છે જેથી કરીને સારી રીતે ગ્રેજ્યુએશન પૂરું કરીને કરિયરની વધુ ઊંચાઈએ લઈ જઈ શકે. તે ઘણીવાર સેટ પર પણ ભણતી જોવા મળતી હોય છે. નિધિ હવે પોતાનું સંપૂર્ણ ધ્યાન ભણતર પર રાખવા ઇચ્છે છે. હાલ પ્રોડક્શન હાઉસ તો નિધિને રિલેક્સેશન આપવાના મૂડમાં છે. રિપોર્ટ પ્રમાણે, પ્રોડક્શન હાઉસ નિધિને શૂટિંગ માટે ઓછી વખત બોલાવે છે જેથી તે ભણવા પર ધ્યાન આપી શકે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે નિધિ પોતાના નિર્ણય પર અડગ છે.

સોનુ વગર અધૂરી છે ટપ્પુ સેના:

ત્યારબાદ હવે મેકર્સ એક એક્ઝિટ એપિસોડની તૈયારીમાં છે જેમાંથી તેઓ નિધિનાં પાત્રને વિદાય આપશે. ટપ્પુ સેના શોના કેટલાક મજેદાર પાસાઓમાંથી એક છે. એટલે ટપ્પુ સેનાની એક મેમ્બર ઓછી થશે તો થોડું ઓછું આવશે. જણાવી દઇએ કે સીરિયલમાં નિધિ પોતાના પાત્રને શાનદાર રીતે નિભાવે છે. તેની માસૂમિયત દર્શકોને ઘણી જ પસંદ આવે છે. આ શૉમાં સોનૂનું પાત્ર નિધિ પહેલા ઝીલ મહેતા નિભાવી રહી હતી. તેણે લગભગ 6 વર્ષ સુધી આ સીરિયલમાં કામ કર્યું હતુ.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *