ધર્મદર્શન
લોકડાઉનમાં ઘરેમાં રહીને કરો અક્ષય તૃતીયાની પૂજા,આ ઉપાય તમારા રહેશે ફળદાયી
Published
2 years agoon

આજે અક્ષય તૃતીયા છે. આ દિવસને ખુબજ શુભ માનવામાં આવે છે. આ તિથિ સૌથી શુભ માનવામાં આવે છે. આ તિથિએ કોઈપણ શુભ કામ કરી શકાય છે. તેમાં કોઈ પણ પ્રકારનો મુહૂર્ત જોવાની જરૂર નથી.
આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને સોના અને ચાંદીની ખરીદી કરવામાં આવે છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલીક ખાસ વસ્તુઓ પણ તેમને ભેટ કરવામાં આવે છે. જો કે હાલ લોકડાઉન હોવાથી ખરીદી કરી શકાશે નહી પણ ઘરે જ માતા લક્ષ્મીજીની પૂજા અર્ચના કરવાથી મનોરથ પૂર્ણ થશે.
અક્ષય તૃતીયા પર લક્ષ્મીજીને એકાક્ષી શ્રીફળ ધરાવવું શુભ હોય છે. એકાક્ષી શ્રીફળને માતા લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે. તેથી અક્ષય તૃતીયા પર લક્ષ્મીજીને એકાક્ષી શ્રીફળ જરૂર ધરાવવું જોઇએ.અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મીજીનું યથાશક્તિ પૂજન કરીને શુદ્ધ ઉચ્ચારણ અને એકાગ્રતાપૂર્વક શ્રીસૂક્ત કે મહાલક્ષ્મીઅષ્ટકના 101 પાઠ કરવાથી અક્ષયપુણ્યની પ્રાપ્તિ થાય છે, ત્યારબાદ નિયમિત શ્રીસૂક્ત કે મહાલક્ષ્મીઅષ્ટકના પાઠ કરવાથી ધનનું આગમન થતું રહે છે.
ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર કરવા અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મીની કેસર અને હળદરથી પૂજા કરવી જોઈએ. માતા લક્ષ્મીને કોડીઓ ખૂબ જ પ્રિય છે. અક્ષય તૃતીયાના દિવસે 11 કોડીઓ લાલ કાપડામાં બાંધી જ્યાં નાણાં રાખતા હોય ત્યાં મુકી દો. આ ઉપાય તમારા માટે ફળદાયી રહેશે.
જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મીજીની કૃપા તમારા પર આખુ વર્ષ બની રહે તો પછી અક્ષય તૃતીયાના દિવસે ચાંદીની બનેલી લક્ષ્મીજીની પાદુકાને ઘરમાં લાવો અને તેને માતા લક્ષ્મીજીની તસવીર સામે મુકી નિયમિત પૂજા કરો. આમ કરવાથી હંમેશા તમારા પર માતા લક્ષ્મીની કૃપા બની રહેશે.
You may like
-
અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં “પાણીપાણી”, મૂશળધાર વરસાદે શહેરની હાલત કરી કફોડી
-
સૂતી વખતે વળે છે પરસેવો? તો થઈ જાવ સાવધાન આ વાઇરસના છે લક્ષણો
-
વરસાદી માહોલમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે સર્જાયા મનમોહક દ્રશ્યો! જુઓ તસવીરોમાં
-
આ જગ્યાએ દેવોના દેવ મહાદેવ પર સમુદ્ર કળે છે અભિશેખ
-
સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી! અમદાવાદે હજુ રાહ જોવી પડશે
-
જાણવા જેવુ! જગન્નાથ ભગવાનની યાત્રામાં જોડાતા ત્રણેય રથ અને તેમના નામ પાછળ છે કઈક આવું મહત્વ
ધર્મદર્શન
ભગવાન શિવને જ શું કામ કરાય છે જળાભિષેક? આ રહ્યું કારણ
Published
3 weeks agoon
July 25, 2022
ભગવાન શિવ ભક્તોની ઉપાસનાથી પ્રસન્ન થઇને તેમની દરેક કામના પૂર્ણ થવાનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ભક્તો શિવ ઉપાસનાની સાથે-સાથે મંદિરોમાં જઇને શિવજી પર જળાભિષેક પણ કરે છે. કહેવામાં આવેે છે કે તેનાથી ભગવાન શિવ અતિ પ્રસન્ન થઇને ભક્તોના બધા કષ્ટ હરી લે છે. ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે. બધા દેવોમાં માત્ર શિવજીનો જ જળાભિષેક કરવામાં આવે છે. જેની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણ છે.
ધાર્મિક માન્યતા છે કે શિવજીનો જળાભિષેક અથવા દુગ્ધાભિષેક કરવાથી ભગવાન શિવ તેમને સુખ સમૃદ્ધી અને શાંતિ પ્રદાન કરે છે. આમ તો ભક્ત કોઈ પણ દિવસે ભગવાન શિવનો જળાભિષેક કરી શકે છે. પરંતુ શ્રાવણના સોમવારના દિવસે જળાભિષેક કરવાથી અનેક ગણુ વધારે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. કારણકે શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય છે. ધાર્મિક માન્યતા છે કે ભગવાન શિવ લગ્ન બાદ જ્યારે પહેલી વખત સાસરે ગયા તો તે શ્રાવણ માસ હતો. માન્યતા છે કે શ્રાવણ માસમાં શિવ અને પાર્વતીનુ મિલન થયુ હતુ. એટલું જ નહીં, શ્રાવણ માસમાં ભગવાન શિવ અને માતા પાર્વતી પૃથ્વી લોક પર રહે છે. આ બધા કારણોને લીધે શ્રાવણ માસ શિવજીને અતિ પ્રિય છે.
જ્યોત્રિલિંગોને શક્તિ અને ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. વૈજ્ઞાનિક સ્ત્રોત પરથી જાણવા મળ્યું છે કે સૌથી વધુ રેડિએશન જ્યોતિર્લિગ પર હોય છે. આ જ્યોતિર્લિગ એક ન્યુક્લિઅર રિએક્ટર્સની જેમ રેડિયો એક્ટિવ એનર્જીથી ભરપૂર હોય છે. આ ભયંકર ઉર્જાને શાંત કરવા માટે શિવલિંગ પર જળ અર્પિત કરવામાં આવે છે એટલેકે જળાભિષેક કરવામાં આવે છે.
ધર્મદર્શન
રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેને આ ઉપાય કરવો જોઈએ! સબંધમાં આવશે મીઠાશ
Published
3 weeks agoon
July 23, 2022
રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હિંદુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 11મી ઓગસ્ટ 2022ના રોજ આવી રહ્યો છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન માટે ખૂબ જ ખાસ દિવસ છે. જેની બંને આખું વર્ષ રાહ જોતા હોય છે.
રાખડી આ સમયે જ બાંધવી
આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના સ્વસ્થ જીવનની કામના કરે છે. જ્યારે ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે અને જીવનભર તેમની રક્ષા કરવાનું વચન આપે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે રાખડી હંમેશા ભદ્રા અને રાહુના સમયે જ બાંધવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં રક્ષાબંધનના દિવસે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી અનેક સમસ્યાઓ દૂર થાય છે, ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
રક્ષાબંધન પર ભાઈ-બહેન કરો આ ઉપાય
- રક્ષાબંધનના દિવસે બહેન તેના ભાઈને ગુલાબી રંગની પોટલીમાં અક્ષત, સોપારી અને એક રૂપિયાનો સિક્કો આપે તો ભાઈની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. જો ભાઈ આ બંડલને તિજોરી કે પૈસા સંબંધિત જગ્યાએ રાખે તો પૈસા આવે છે.
- રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધતા પહેલા ભગવાન ગણેશને રાખડી બાંધવી જોઈએ. આમ કરવાથી ભાઈ-બહેનના સંબંધોમાં મધુરતા આવે છે અને મનભેદ દૂર થાય છે.
- રક્ષાબંધનનો તહેવાર પૂર્ણિમાના દિવસે આવે છે. આ દિવસે તમે ચંદ્રદેવની પૂજા કરો. તેનાથી તમામ સમસ્યાઓ દૂર થશે. બીજી તરફ, ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે. તેથી રક્ષાબંધનના દિવસે ચંદ્રની પૂજા કરવાથી માનસિક શાંતિ પણ મળે છે.
- ભાઈને નજરદોષથી બચાવવા માટે રક્ષાબંધન પર બહેને ભાઈ પાસેથી માથા ઉપર 7 વાર ફટકડી ઉતારી અને તેને આગમાં બાળી દેવી અથવા તેને ચોકડી પર ફેંકી દેવી.
- રક્ષાબંધનના શુભ દિવસે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આ ઉપાય કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને ભાઈ-બહેન દરેક પ્રકારની પરેશાનીઓથી મુક્ત રહે છે.
ધર્મદર્શન
આ રત્નો ધનના મામલમાં માનવામાં આવે છે ખુબજ ભાગ્યશાળી! જાણો સમગ્ર માહિતી
Published
4 weeks agoon
July 19, 2022
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ 12 રાશિના લોકો માટે અલગ-અલગ રત્નો જણાવવામાં આવ્યા છે. રત્ન શાસ્ત્ર અનુસાર દરેક રાશિનું પોતાનું રત્ન હોય છે. કુંડળીમાં કોઈપણ ગ્રહના અશુભ પ્રભાવને ઓછો કરવા અને શુભ પ્રભાવ વધારવા માટે રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.
રત્ન શાસ્ત્રમાં કહેવાયું છે કે વ્યક્તિએ જ્યોતિષની સલાહ વિના ક્યારેય રત્ન ધારણ કરવું જોઈએ નહીં. આજે આપણે એવા જ કેટલાક રત્નો વિશે જાણીશું, જે વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આવો જાણીએ આ શ્રેષ્ઠ રત્નો વિશે.
સુવર્ણ રત્ન
જ્યોતિષમાં ઘણા રત્નો અને ઉપ-રત્નો વિશે જણાવવામાં આવ્યું છે. તેમાં સુવર્ણ રત્ન પણ છે. રત્ન શાસ્ત્રમાં ધનના લાભ માટે સુવર્ણ રત્ન ધારણ કરવાનું કહેવામાં આવ્યું છે. પૈસાની દ્રષ્ટિએ આ રત્ન ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેને ધારણ કરવાથી ઘરમાં ધનનો સંચય થાય છે. સુવર્ણ રત્ન પોખરાજનો સબ્સીટ્યુટ કહેવાય છે. પરંતુ તેને પહેરતા પહેલા તમારે જ્યોતિષની સલાહ જરૂર લેવી જોઈએ.
જેડ સ્ટોન
રત્નશાસ્ત્રમાં ધંધા વગેરે વિશે પણ ઘણા રત્નો વિશે જણાવવામાં આવ્યુ છે. જેમાં જેડ સ્ટોનનો પણ સમાવેશ થાય છે. જો કોઈ વ્યક્તિ વ્યવસાયમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહી હોય. અથવા જો આવકનું કોઈ સાધન ન હોય તો તેના માટે રત્ન શાસ્ત્ર જેડ સ્ટોન પહેરવાની સલાહ આપે છે.
પન્ના રત્ન
પન્ના રત્નનું રત્નશાસ્ત્રમાં પણ વિશેષ મહત્વ છે. નોકરી કરતા લોકો અને કન્યા રાશિના લોકોને પન્ના રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. નોકરીયાત લોકો પન્ના રત્ન પહેરે, તો વ્યક્તિને નોકરીમાં પ્રમોશન મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
પોખરાજ રત્ન
પોખરાજને ગુરુ ગ્રહનો રત્ન કહેવાય છે. જો કુંડળીમાં ખરાબ ગુરુ અશુભ પરિણામ આપતો હોય તો રત્નશાસ્ત્રમાં પોખરાજ પહેરવાની સલાહ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે આ રત્ન સુખ અને સૌભાગ્ય માટે પહેરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પોખરાજ પહેરવાથી વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ આવે છે અને વ્યક્તિના ઘરે દેવી લક્ષ્મીનું આગમન થાય છે.

આ રાણી સુંદરતા માટે 700 ગધેડીના દૂધથી કરતી હતી સ્નાન! રહસ્ય જાણવા પુરૂષોનો કરતી ‘શિકાર’

આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત

વ્હોટ્સએપ ફીચર અપડેટમાં તમે મેસેજ ડિલીટ થયા બાદ પણ જોઈ શકશો

ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર ક્યારેય કોફી પિતા નથી! કારણ જાણી રહી જશો દંગ

પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
લાઈફ સ્ટાઈલ4 years ago
એક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ