એલોવેરા જેલ થી રંગ થઈ જશે ગોરો…, અપનાવો આ ઘરેલુ ઉપચાર

એલોવેરા જેલ

એલોવેરા જેલ થી મેળવો ગોરો ચહેરો, ત્વચા માટે છે ખુબ જ ફાયદાકારક: વાંચો આ ટિપ્સ 

ઉનાળા માં ચહેરા ની ચમક ને બનાવી રાખવુ એ ખુબજ મુશ્કેલ કામ છે.જેવી રીતે શિયાળા માં ત્વચા સૂકાઇ જવાના કારણે પરેશાન રહીએ છીએ એવીજ રીતે ઉનાળા માં તમે ઓઈલી સ્કિન,તડકો,પરસેવો વગેરે થી પરેશાન રહો છો.જેના કારણે સ્કિન નો નિખાર પણ ઘટી જાય છે.સાથે જ ત્વચા કાળી પડી જાય છે.બ્યુટી એકસપર્ટ કેટલીક ઘરેલુ ચીજો વિશે પણ જણાવે છે જેનો ઉપયોગ ત્વચા પર કરવાથી તમારી ત્વચા ગોરી થઈ શકે છે.

ઘણા લોકોના ચહેરા નો રંગ કેટલીક વિશેષ પરિસ્થિતિ માં પણ ઘાટો થવા લાગે છે.તે સિવાય શરીર માં પોષકતત્વો માં ઉણપ વિટામિન A, B, C ની ઉણપ થી ત્વચા પર સુકાપણું આવે છે.આનાથી પણ ત્વચા વધારે કાળી થાય છે.લીવર પ્રોબ્લમ લાંબા સમય સુધી બની રહે,પેટ વધારે સમય સુધી ખરાબ રહે તો તેની અસર ચામડી પર થાય છે અને રંગ કાળો પડવા લાગે છે.ઘણા હોર્મોન ના બદલાવ ના કારણે પણ ત્વચા કાળી પડવા લાગે છે.

અપનાવો આ ટીપ્સ:

૧. એલોવેરા જેલ બજાર માં આરામથી મળી રહે છે. અને જો તમારા ઘર માં એલોવેરાનો છોડ હોય તો તેમાંથી પણ તમે વાપરી શકો છો.એલોવેરા માં બેક્ટેરિયા મારવાનો ગુણ હોય છે. જેનાથી ત્વચા ક્લિન રહેશે.

2. એલોવેરા જેલમાં મધ ભેળવીને ૫ ૧૦ મિનીટ રાખી અને પછી ચહેરો ધોવાથી ચહેરાની ત્વચા એકદમ ખિલિ ઊઠશે. આ પ્રયોગ અઠવાડિયામાં બે થી ત્રણ વાર કરવામાં આવે તો ફાયદો અચૂક થાય.

3. એલોવેરા જેલ માં ખાંડ ઉમેરી એનુ સ્ક્રબ બનાવી વાપરવા થી પણ ફાયદો થાય છે.

૪. રોજ રાત્રે સુતા પહેલાં ચહેરા ને પાણીથી સાફ કરવુ અને એલોવેરા જેલ લગાવવુ. સવારે ચહેરો પાણી થી સાફ કરવો. આ પ્રયોગ કરવાથી થોડા જ દિવસો માં તમારો ચહેરો ગોરો અને કાંતિવાન બની જશે.

૫. એલોવેરા જેલ લગાવવા થી બ્લેક હેડ્સ પણ ઓછા થઈ જશે.

૬. એલોવેરા જેલ ચહેરા પર લગાવવા થી ચહેરા નાં ખુલ્લા રોમછિદ્રો માં પણ ફાયદો થશે.

૭. એલોવેરામાં ગુલાબજળ ભેળવી કોટન થી ચહેરો સાફ કરિ મોઢું ધોવા થી ચહેરા નો બધો મેલ નિકળિ જાય છેઅને ચહેરો સુંદર લાગે છે.

૮. રાત્રે ડાર્ક સર્કલ પર એલોવેરા લગાવવામાં આવે તો તેમાં ઘણો સુધારો જોવા મળે છે. પરંતુ જો રેગ્યુલર પ્રયોગ કરવામાં આવે તો જ ફાયદો થાય છે.

આમ કુદરતી રીતે  તમે પોતાનો ચહેરો ગોરો અને સુંદર બનાવી શકો છો. તો આજે જ અપનાવો આ અને મેળવો કાંતિવાન ચહેરો.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *