આ છે ૨૦૧૯ના સૌથી અનોખા ગેજેટ્સ..

ડબ્લ્યુ ફેન (W FAN )

ડબ્લ્યુ ફેન એક પોર્ટેબલ નેક ફેન છે.. આ ફેન હેડફોનના શેપમાં હોય છે અને નેક પર ખુબ જ કમ્ફર્ટેબલ રીતે બેસે છે..આ ડબ્લ્યુ ફેનમાં લીથીયમ બેટરી આવેલી છે.. આ ડબ્લ્યુ ફેનમાં બન્ને બાજુ 5 બ્લેડેડ પોર્ટેબલ ફેન આવેલ છે.. આ ફેન ખુબ જ લાઈટ વેઇટ હોય છે.. અને તેમાં હવાનો ફલો સેટ કરવા 3 ઓપ્શન અવેલેબલ છે હાઈ, લો અને મીડીયમ.. ઘરમાં કે બહાર ગમે તે સ્થળે આ ફેન ખુબ ઉપયોગી બને છે..

 

ટોનલ (Tonal)

ટોનલ એક ટીવી સ્ક્રીન હોય છે જેને વોલ પર લગાવવામાં આવે છે.. આજકલ  લોકોને જીમ અને ફિટનેસનો ખુબ જ વધારે ક્રેઝ હોય છે.. આ ટોનલમાં વેઇટ મશીન જેવા બે આર્મ આવેલા છે જેનો ઉપયોગ વર્કઆઉટ કરતી વખતે કરી શકાય છે અને તેને નીકાળી પણ શકાય છે..આ ટોનલમાં તમારા વર્કઆઉટથી થતી પ્રોગ્રેસ પણ જાણી શકાય છે.. આ ટોનલ એક પૂરું સ્માર્ટ જીમ છે અને તેમાં પર્સનલ ટ્રેનર પણ જોવા મળે છે જે તમને ગાઈડ કરે છે.. આ સિવાય ટોનલ સાથે સ્માર્ટ હેન્ડલ્સ, સ્માર્ટ બાર,રોપ અને રોલર અને મેટ પણ મળે છે..

 

ફોલ્ડીમેટ (Foldimate)

ફોલ્ડીમેટ કપડા ફોલ્ડ કરવાનું મશીન છે.. આ મશીન સૌપ્રથમ સીઇએસમાં ૨૦૧૮ માં રજુ કરવામાં આવ્યું હતું.. પરંતુ કેટલાક કારણોસર આ મશીન સફળ થયું ન હતું પરંતુ હવે ૨૦૧૯ માં આ મશીન ખુબ જ સફળ થયું છે..આ મશીનની મદદથી હવે 5 મીનીટમાં બધા જ કપડા ફોલ્ડ કરી શકાય છે.. પહેલા આ મશીન એકજ પ્રકારના કપડા ફોલ્ડ કરતું હતું પરંતુ હવે બધા જ પ્રકારના શર્ટ, ટોવેલ, બેબીઝના કપડા વગેરે પણ આ મશીનની મદદથી ફોલ્ડ કરી શકાય છે..

 

લેવીઝ કોમ્યુટર ટ્રકર જેકેટ (Levi’s Commuter Trucker Jacket)

આ જેકેટ સામાન્ય લેવીઝ ડેનીમ જેકેટ જ છે પરંતુ આ ઇનોવેશન અને સ્ટાઈલનું મેશઅપ છે..  આ જેકેટમાં જેક્વાર્ડ ટેકનોલોજી આવેલી છે..આ જેકેટની મદદથી નોર્મલ ડીજીટલ ટાસ્ક કરી શકાય છે જેમકે ફોન ઉઠાવવો, સોન્ગ ચાલુ કરવું, ચેન્જ કરવું, બંધ કરવું , ડીરેક્શન જાણવી વગેરે કામ ખાલી જેકેટ પર ટેપ કે સ્વાઇપ કરીને કરી શકાય છે..ગૂગલ એટીએપી (ગુગ્લ્સ એડવાન્સ્ડ ટેકનોલોજી અને પ્રોજેક્ટ્સ ગ્રુપ)એ જેક્વાર્ડ-કનેક્ટેડ એપરલ પ્લેટફોર્મ ડેવલપ કર્યું છે જે ફેશન ડિઝાઇનર્સ અને એપરલ ક્લોથ મેન્યુફેક્ચર્સને કનેક્ટિવિટી અને ઇન્ટરેક્ટિવિટીને ક્લોથ્સમાં એડ કરવાનો ચાન્સ આપે છે..

 

શાર્કબેન્ઝ (Sharkbanz)

શાર્કબેન્ઝ વિશ્વનો પ્રથમ સક્રિય શાર્ક ડિટરન્ટ બેન્ડ છે.. આ શાર્કબેન્ઝ સામાન્ય બ્રેસલેટ કે વોચ જેવું જ હોય છે.. પરંતુ તેમાંથી નીકળતા વેવ્સથી શાર્ક દુર રહે છે.. જેથી સેફટી બેઝીઝ પ્રમાણે આ ગેજેટ ખુબ જ ઉપયોગી છે.. આ બેન્ડ સ્ટાઇલીશની સાથે તેમાં કોઈ ચાર્જીંગની જરૂર નથી અને આ બેન્ડ ખુબ જ અફોર્ડેબલ પ્રાઈઝમાં ઉપલબ્ધ છે.. આ બેલ્ટ હાથમાં કે પગે પહેરી શકાય છે.. આ બેલ્ટ મુખ્યત્વે બીચગોઅર્સ, સ્વીમર્સ અને સર્ફર્સ માટે બનાવવામાં આવ્યો છે.. આ બેલ્ટમાં આવેલી મેગ્નેટિક ટેકનોલોજીથી શાર્ક દુર રહે છે..

 

ફોલ્ડેબલ એલજી ટીવી (LG TV that folds like a yoga mat)

સાઉથ કોરિયાની કંપની LG દ્વારા આ વર્ષે જ ફોલ્ડેબલ એલજી ટીવી લોન્ચ કરવામાં આવ્યું છે.. આ ટીવીને એક લંબચોરસ બેઝમાં ફીટ કરવામાં આવ્યું છે.. 65-inch નું આ ટીવી ફોલ્ડ કરેલુ હોય ત્યારે સ્પીકર જેવું દેખાય છે.. આ બેઝમાં સ્ક્રીન સારી રીતે ફીટ પણ થઈ જાય છે અને તેના પર સારી રીતે સ્ટેડી પણ રહે છે.. આ બેઝમાં આખી  સ્પીકર સીસ્ટમ પણ આવેલી છે.. આ ટીવીમાં 4K, HDR અને ફુલ ઓનલાઈન કનેકટીવીટી મળે છે.. આ ટીવીની પ્રાઈઝ રેન્જ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી..

 

સર્ફેસ ડાયલ (Surface Dial)

 

સર્ફેસ ડાયલને માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 10 ની ઇવેન્ટમાં રજુ કરવામાં આવ્યું હતું.. જેનો ઉપયોગ ક્રિએટીવ યુઝ માટે કરવામાં આવ્યો હતો.. કોઇપણ આર્ટીસ્ટ, સ્ટુડન્ટ પેઈન્ટર વગેરે માટે સર્ફેસ ડાયલ ખુબ જ કામની વસ્તુ છે..સર્ફેસ ડાયલની મદદથી ખુબ જ સિમ્પલી બધા જ ટુલ્સનો ઉપયોગ કરી શકાય છે..આ ડાયલની મદદથી મ્યુઝીક ટ્રેક પણ સેટ અને ચેન્જ કરી શકાય છે આ સિવાય બ્રાઈટનેસ કન્ટ્રોલ, ઝૂમ, અન્ડુ, વોલ્યુમ કન્ટ્રોલ, સ્ક્રોલ વગેરે પણ કરી શકાય છે.. આ સર્ફેસ ડાયલ વિન્ડોઝના લેટેસ્ટ વર્ઝનને સપોર્ટ કરે છે.. અને આ ડાયલને બ્લુટુથની મદદથી કનેક્ટ કરી શકાય છે..  સર્ફેસ ડાયલની સાઈઝ ખુબ જ નોર્મલ હોય છે જે હાથમાં ખુબ જ સારી રીતે ફીટ બેસે છે અને તેનું વજન ખુબ જ ઓછુ હોય છે જેથી તેને ખુબ જ સરળતાથી યુઝ કરી શકાય છે..

 

એરપોડ્સ પ્રો (AirPods Pro)

એપલ કંપનીએ નવા વાયરલેસ એરપોડ્સ પ્રો લોન્ચ કર્યા છે. આ એરપોડ્સ આની પહેલાંના વેરિએન્ટ કરતાં વધારે પાવરફુલ છે.ભારતમાં તેની કિંમત 24,900 રૂપિયા છે. આ એરપોડ્સમાં ઈન-ઈયર ડિઝાઇન આપવામાં આવી છે. તેમાં નોઇસ કેન્સલેશન અને ટ્રાન્સપરેન્સી મોડ પણ આપવામાં આવ્યો છે. એટલે કે યુઝર આ ફીચરની મદદથી બહારથી આવતા અવાજને સાંભળી શકશે. આ એરપોડ્સ વોટર રેઝિસ્ટન્સ છે. ચાર્જિંગની વાત કરીએ તો તેને સિંગલ ચાર્જ પર તે 24 કલાકનું બેકઅપ આપે છે. 5 મિનિટના ચાર્જ પર યુઝર 1 કલાક સુધી સોન્ગ સાંભળી અને વાત કરી શકે છે. એરપોડ્સમાં સીરીનું એક્સેસ પણ આપવામાં આવ્યુ છે.

 

 

 

Join the discussion

Your email address will not be published. Required fields are marked *