પ્રિયંકા ચોપડાની સંગીત સેરેમનીમાં શામેલ થવા અંબાણી પરિવાર જોધપુર પહોંચ્યો

પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નની વિધિ જોધપુરમાં શરૂ થઇ ગઇ છે. લગ્ન શાહી લગ્નમાં શામેલ થવા માટે મહેમાનો પહોંચી રહ્યા છે. પ્રિયંકાના લગ્ન માટે જોધપુરમાં બોલિવૂડ અને બિઝનેસ જગતના કેટલાક પસંદગીના લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

જણાવી દઇએ કે 2 ડિસેમ્બરના રોજ પ્રિયંકા અને નિક સાત ફેરા ફરશે. લગ્ન હિન્દુ અને ક્રિશ્ચિયન બંને રીતિ રિવાજોથી થશે.

અને પ્રિયંકાની સંગીત સેરેમનીમાં સામેલ થવા માટે મુકેશ અંબાણી પણ સહપરિવાર પહોંચ્યા હતા. રાત્રે 10 વાગ્યે મુકેશ અંબાણી સ્પેશિયલ પ્લેન દ્વારા જોધપુર પહોંચ્યા અને અહીંથી ઉમૈદ ભવન માટે રવાના થયા. મુકેશ અંબાણી સાથે પત્ની નીતા અંબાણી, દીકરો અનંત, દીકરી ઈશા અને રાધિકા પણ જોવા મળ્યા હતા.

પ્રિયંકાના મહેમાનોની યાદીમાં દેશી અને વિદેશી બંને મહેમાનો સામેલ છે. સૌથી પહેલાં સુક્રવારના રોજ સલમાન ખાનની નાની બહેન અર્પિતા પોતાના દીકરા સાહિલની સાથે જોધપુર પહોંચી.

જાણીતી સિંગર માનસી સ્કોટ પણ આ લગ્નમાં હાજરી આપવા જોધપુર પહોંચી હતી. માનસી સ્કોરની સાથે તેમની ટીમ પણ આવી છે, જે લગ્નમાં પર્ફોમ કરશે. પ્રિયંકા ચોપડાનો મેનેજર ચાંદ મિશ્રા પણ જોધપુર પહોંચ્યો. આ લગ્નમાં મહેમાનોને કેટલાંક નિયમોનું પાલન કરવું પડશે. કેમેરાવાળા મોબાઇલ લઇને મહેમાન લગ્ન સ્થળમાં પ્રવેશી શકશે નહીં.

પ્રિયંકા અને ઈશા અંબાણી ખૂબ જ સારી મિત્ર છે. ઈટાલીના લેક કોમોમાં ઈશાની સગાઈમાં પ્રિયંકા શામેલ થઈ હતી.

આ છે અનંત અંબાણીની ફિયાન્સ રાધિકા મર્ચન્ટ

આ સંગીત સેરમની માં નીતા અંબાણી સાડીમાં જોવા મળ્યા હતા.

આ ફોટામાં તમે સાસુ-વહુની જોડી કેવી લાગી રહી છે તે જોઈ શકો છો.

આ સેરમનીમાં ઈશા અંબાણીનો લૂક ખુબજ સરસ લાગી રહ્યો છે.

આકાશ અંબાણી પણ ફિયાન્સી શ્લોકા સાથે જોધપુર પહોંચ્યો.

આ ફોટામાં તમે જોઈ શકો છો કે કેવી ભવ્ય રીતે સજાવવામાં આવ્યો છે .

જાણકારી મુજબ આ લગ્નમાં અંદાજિત 200 જેટલા મહેમાનો શામેલ થવાના છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *